આઈપીએલ 2020ની આ સિઝનમાં દિલ્હી કેપિટલ્સને મોટો ઝટકો લાગ્યો છે. વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને ડોક્ટર્સે એક અઠવાડિયું આરામ કરવાની સલાહ આપી છે. મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચ બાદ ટીમનાં કેપ્ટન શ્રેયસ ઐય્યરે આ વાતની જાણકારી આપી છે.

ઋષભ પંતની ઈજા વિશે ઐય્યરે કહ્યું કે, અમને નથી ખબર કે ઋષભ પંત ક્યારે વાપસી કરશે. મેં ડોક્ટરો સાથે વાત કરી છે અને તેઓએ કહ્યું કે, એક અઠવાડિયા સુધી આરામ કરશે. ઉલ્લેખનીય છે કે, રાજસ્થાન સામેની ગત મેચમાં પંતને ચાલવામાં તકલીફ થતી હતી. કાગિસો રબાડાના બોલ પર એરોનનો કેચ લીધા બાદ તેને ચાલવામાં મુશ્કેલી પડી રહી હતી. આ અગાઉ વિકેટ પર દોડવા દરમિયાન પણ તેને સમસ્યા થઈ રહી હતી.

આઈપીએલ મુકાબલામાં મુંબઈથી મળેલી હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઐય્યરે કહ્યું કે, અમારે 10થી 15 રન ઓછા રહી ગયા. જો આ લક્ષ્ય 175 રનનું હોત તો તે કાંઈક અલગ હોત. માર્ક્સ સ્ટોઈનિસ જ્યારે રન આઉટ થયો, ત્યારે જ અમે ચૂકી ગયા હતા. અમારે તેના પર કામ કરવાની જરૂર છે. અમારે ફિલ્ડીંગ ઉપર પણ કામ કરવાની જરૂર છે.

ઐય્યરે કહ્યું કે, અમારે આગામી મેચ પહેલાં પોતાની માનસિકતા પર કામ કરવાની જરૂર છે. મને લાગે છે કે, અમારે માટે એ મહત્વનું છે કે, અમારે વસ્તુઓને હળવાશમાં લેવી જોઈએ નહીં. અમારે અમુક વસ્તુઓ પર કામ કરવાની પણ જરૂર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here