રાજસ્થાન (Rajasthan) ના કરૌલી( Karauli)માં પૂજારીને જીવતા બાળી મૂકવાની ઘટનાની તપાસ હવે રાજસ્થાનની CB-CID કરશે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે(Ashok Gehlot) રવિવારે આ અંગે આદેશ બહાર પાડ્યો. તેમણે આરોપ લગાવ્યો કે ભજાપ બે પરિવારના ઝઘડાને બે સમુદાયનો ઝઘડો બતાવીને રાજસ્થાનનો માહોલ ખરાબ કરવાની કોશિશ કરે છે.
જયપુર: રાજસ્થાન (Rajasthan) ના કરૌલી( Karauli)માં પૂજારીને જીવતા બાળી મૂકવાની ઘટનાની તપાસ હવે રાજસ્થાનની CB-CID કરશે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે(Ashok Gehlot) રવિવારે આ અંગે આદેશ બહાર પાડ્યો. તેમણે આરોપ લગાવ્યો કે ભજાપ બે પરિવારના ઝઘડાને બે સમુદાયનો ઝઘડો બતાવીને રાજસ્થાનનો માહોલ ખરાબ કરવાની કોશિશ કરે છે. તેમણે કહ્યું કે ભાજપે 1991માં મંદિરોની જમીનથી પૂજારીઓને હટાવવાનો નિર્ણય લીધો હતો જેનો કોંગ્રેસે વિરોધ કરતા 2011માં તેને પાછો બહાલ કર્યો હતો. હાઈકોર્ટથી આ નિર્ણયને ઝટકો મળ્યો પરંતુ પૂજારીઓનું હિત જોતા કોંગ્રેસ વિપક્ષમાં હતી તો પણ સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી.
વધુ એક આરોપીની ધરપકડ
પૂજારીની હત્યા કેસમાં વધુ એક વ્યક્તિને આરોપી બનાવીને ધરપકડ કરાઈ છે. અત્રે જણાવવાનું કે કરૌલીના બૂકના ગામમાં રાધા કૃષ્ણ મંદિરના પૂજારી બાબુલાલ વૈષ્ણવને ગુંડાઓએ 8 ઓક્ટોબરના રોજ જીવતા બાળી મૂક્યા. આરોપ છે કે હુમલાખોરોએ મંદિરની જમીન પર કબજો જમાવવા માટે આ વારદાતને અંજામ આપ્યો. પૂજારીને લગભગ 80 ટકા બળેલી અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ કરાયા, જ્યાં તેમણે સારવાર દરમિયાન દમ તોડ્યો. આ ઘટના બાદથી ભાજપ રાજ્યમાં સત્તાધારી કોંગ્રેસ સરકાર પર સતત પ્રહાર કરી રહ્યો છે.
કહેવાય છે કે CB-CID તપાસનો આદેશ ભાજપના આ વિરોધને માત આપવા માટે લેવાયો છે. આ બાજુ દિલ્હીમાં ભાજપના નેતા કપિલ મિશ્રાએ કરૌલી જઈને પીડિત પરિવારની મુલાકાત કરી. કપિલ મિશ્રાએ કહ્યું કે સરકાર પર દબાણ નાખ્યા બાદ પીડિત પરિવારને મળનારી વળતરની રકમ 10 લાખથી વધારીને 25 લાખ થઈ છે. આમ છતાં અનેક આરોપીઓ હજુ જાહેરમાં ખુલ્લેઆમ ફરે છે. તેમને પકડવા માટે સરકાર કોઈ કોશિશ કરતી નથી. અત્રે જણાવવાનું કે આ મામલે પણ સીબીઆઈ તપાસની માગણી કરાઈ પરંતુ ગેહલોત સરકારે તે ફગાવી દીધી હતી.