ઉત્તર આફ્રિકન દેશ લીબિયામાં અપહરણ કરાયેલા 7 ભારતીયોને છોડવામાં આવ્યા છે. ટ્યૂનીશિયામાં ભારતીય દુત પુનીત રોય કુંદલે આ વાતની જાણકારી આપી છે. આંતકવાદીઓએ ગત મહિને 7 ભારતીયોને કિડનેપ કરી લીધા હતા. આ તમામ ઉત્તર પ્રદેશ, ગુજરાત , આંધ્ર પ્રદેશ અને બિહારના નિવાસી છે.

  • તેઓ ભારત પાછા ફરવા માટે ત્રિપોલી એરપોર્ટ પર જઈ રહ્યા હતા
  • ભારતીયોનું અપહરણ ગત મહિને 14 સપ્ટેમ્બરના રોજ થયું
  • તમામ ઉત્તર પ્રદેશ, ગુજરાત , આંધ્ર પ્રદેશ અને બિહારના નિવાસી છે

આ ભારતીયોનું અપહરણ ગત મહિને 14 સપ્ટેમ્બરના રોજ લીબિયાના અસ્સહવેરિફ વિસ્તારમાં તમે સમયે કરવામાં આવ્યું જ્યારે તે ભારત પાછા ફરવા માટે ત્રિપોલી એરપોર્ટ પર જઈ રહ્યા હતા. ભારતે ગુરુવારે કિડનેપિંગની ખરાઈ કરી હતી. તેમજ તમામને બચાવવા માટે પ્રયાસ કરી રહ્યા હતા.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રી વાસ્તવે જણાવ્યું હતુ કે અપહરણ કરાયેલા લોકોને જલ્દી મુક્ત કરાવવાના પ્રયાસ કરી રહ્યા છીએ. આ તમામ લીબિયામાં કન્ટ્રક્શન એન્ડ ઓઈલ ફીલ્ડ સપ્લાઈ કંપનીમાં કામ કરતા હતા.

લીબિયામાં ભારતનું દુતાવાસ નથી. પડોશી દેશ ટ્યૂનીશિયામાં ભારતીય દુતાવાસ જ લીબિયામાં ભારતીય નાગરિકો સાથે સંકળાયેલી તમામ બાબતોની વ્યવસ્થા કરે છે. આંતરરાષ્ટ્રીય સંગઠનો પાસે આ માટે મદદ મંગાઈ હતી.

ઉલ્લેખનીય છે કે ભારત સરકારે સપ્ટેમ્બર 2015માં નાગરિકોને સુરક્ષાની દ્રષ્ટિએ લીબિયાના પ્રવાસથી બચવાની સલાહ આપી હતી અને 2016માં સુરક્ષાને ધ્યાનમાં રાખી તેના પ્રવાસ પર પ્રતિબંધ મુક્યો છે. આ પ્રવાસ પ્રતિબંધ હજુ લાગુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here