ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થઇ રહી છે અને ઠંડીનું આગમન થઇ રહ્યું છે. ત્યારે રાજ્યમાંથી ચોમાસાની વિદાય સમયે દક્ષિણ ગુજરાતમાં આગામી 48 કલાક સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચે લો પ્રેશરની અસરના પગલે દક્ષિણ ગુજરાતમાં 14મી ઓક્ટોબરે સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
- મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચે લો પ્રેશરની અસર
- દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી
- 14 ઓક્ટોબરે સામાન્ય વરસાદ રહેવાની શક્યતા
રાજ્યમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાએ વિદાય લીધી છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ વિદાય લેવાની તૈયારીમાં છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાકમાં સામાન્ય વરસાદનાં ઝાપટા પડવાની આગાહી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આ વર્ષે 135 ટકા વરસાદ નોંધાયો છે. ત્યારે રાજ્યમાંથી સંપૂર્ણ ચોમાસાની વિદાય સમયે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
.jpg)
હવામાન વિભાગ દ્વારા મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચે લો પ્રેશર સક્રિય થતાં દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં 14 ઓક્ટોબરે વરસાદની આગાહી કરવામાં આવી છે.