રેલવેની નવીનીકરણની યોજના અંતર્ગત130 કિમી અથવા તોનાથી વધુની ઝડપે દોડતી મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાંથી સ્લીપર કોચ દૂર કરી તેની જગ્યાએ એસી કોચ ફિટ કરાશે.રેલેવે દ્વારા એ રૂટની પસંદગી પણ કરી લેવામાં આવી હતી.આવી ટ્રેનોની ટિકિટોના ભાવ સૌને પોષાય તેવા હશે એ વાત પર ભાર મૂકતા રેલવે મંત્રાલયના પ્રવકતા એ કહ્યું હતું કે લોકો એમ ના માને કે તમામ નોન-એસી ટ્રેનોને એસીમં ફેરવી દેવામાં આવશે.

પ્રીમિયન ટ્રેનો પ્રતિ કલાક 130 કીમીની ઝડપે ચલાવવાની મંજૂરી

હાલમાં મેલ અને એક્સપ્રેસ ટ્રેનોની ગતી 110 પ્રતિ કલાક છે. રાજઘાની,શતાબ્દી અને દુરંતો જેવા પ્રીમિયન ટ્રેનો પ્રતિ કલાક 130 કીમીની ઝડપે ચલાવવાની મંજૂરી અપાઇ છે.આવી ટ્રેનોના કોચ કલાકની 130 કિમીની ગતી એ પણ આરામ મહેસુસ કરાવે એવા બનાવવામાં આવ્યા છે.’જ્યાં જ્યાં પણ ટ્રેનની ગતી કલાકની 130 કિમી હોય છે ત્યાં એસી કોચ એક ટેકનીકલ મજબુરી બની ગઇ છે’એમ તેમણે કહ્યું હતું.

આ ટ્રેનોના કોચને બનાવાશે એસી કોચ

ગોલ્ડન ક્વાડ્રીલેટરલ અનેડાયગોનલસ ટ્રેક્ને કલાકની 130 થી 160 કિમીની ગતીએ ટ્રેન ચાલી શકે એવા અપગ્રેડ કરાઇ રહ્યા છે.જે ટ્રેન કલાકની 130-160 કિમીની ગતીએ ચાલશે માત્ર તેમાં જ એસી ફિટ કરાશે અને નોન એસી સ્લીપર કોચ બદલી દેવામાં આવશે.

પરંતુ જે ટ્રેન કલાકની 110 કિમીની ગતીએ દોડશે તેમાં નોન એસી કોચ તો રહેશે જ. ‘એ વાતનું ધ્યાન રાખવામાં આવશે કે ટિકિટના દર સૌને પોષાય એવા રખાશે. મુસાફરીના સમયમાં ઘટાડો કરાશે અને સુવિધાઓમાં અનેક ગણો વધારો કરાશે’એમ તેમણે કહ્યું હતું.

તેમના જણાવ્યા અનુસાર,હાલમાં 83 બર્થના કોચની ડિઝાઇન તૈયાર કરાઇ રહી છે. ચાલુ વષ આની સંખ્યા 100 ર્ે અને આગામી વર્ષે 200 કરવાની યોજના હોવાનું તેમણે કહ્યું હતું. પ્રવકતાએ કહ્યું હતું કે નોન એસી ટ્રેનો વધુ ઝડપે ચલાવતા અનેક મુશ્કેલીઓ પેદા કરે છે, માટે તમામ સ્લીપર કોચને ક્રમશ દૂર કરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here