ભારત વર્ષ 2050 સુધી જાપાનને પછાડીને દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે અને આ સ્થાન પર તે વર્ષ 2100 સુધી યથાવત રહેશે. મેડિકલ જર્નલ લેન્સેટ દ્વારા પબ્લિશ કરવામાં આવેલી એક સ્ટડીમાં આ દાવો કરવામાં આવ્યો છે. લેન્સેટની સ્ટડીમાં કુલ જીડીપી માટેનાં પરિદ્રશ્યોમાં દેશોની વર્કિંગ એજ પોપ્યુલેશનના આધાર પર આ રિપોર્ટ તૈયાર કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, વર્, 2050 સુધી ચીનની અર્થવ્યવસ્થા અમેરિકાની અર્થવ્યવસ્થા કરતાં મોટી થઈ જશે.

લેન્સેટની સ્ટડીમાં વર્ષ 2017ને આધાર માનવામાં આવ્યો છે. વર્ષ 2017માં ભારતની અર્થવ્યવસ્થા દુનિયામાં સાતમા સ્થાને હતી. લેન્સેટની સ્ટડી અનુસાર, વર્ષ 2030માં ભારતની અર્થવ્યવસ્થા દુનિયામાં ચોથા સ્થાન પર હશે. ભારતથી ઉપર જાપાન ત્રીજા સ્થાને, ચીન બીજા સ્થાને અને અમેરિકાની ઈકોનોમી પહેલા સ્થાન પર હશે. સ્ટડી પ્રમાણે વર્ષ 2050 સુધી ચીનની અર્થવ્યવસ્થા અમેરિકાને પછાડીને પહેલા સ્થાન પર પહોંચી જશે. સાથે જ ભારતની ઈકોનોમી જાપાનને પછાડીને ત્રીજા સ્થાને પહોંચી જશે.

હાલના સમયમાં ભારતની અર્થવ્યવસ્થા પાંચમા સ્થાને છે. ચો ફ્રાંસ અને ઈંગ્લેન્ડની અર્થવ્યવસ્થા છઠ્ઠા સ્થાને છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે પણ કહ્યું હતું કે, વર્ષ 2047 સુધી ભારત દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. મોદી સરકારનું લક્ષ્ય પણ વર્ષ 2025 સુધી ભારતને પાંચ લાખ કરોડ ડોલરની ઈકોનોમી બનાવવાનું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here