ગુજરાતમાં કોરોનાના કુલ ટેસ્ટનો આંક હવે ૫૦ લાખને પાર થયો છે. ૫૦ લાખથી વધુ કોરોના ટેસ્ટ કર્યા હોય તેવું ગુજરાત દેશનું સાતમું રાજ્ય છે. સમગ્ર દેશમાંથી ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ ૧.૧૮ કરોડ ટેસ્ટ કરાયા છે. ગુજરાતમાં હાલ ટેસ્ટ પોઝિટિવિટી રેશિયો ૩% છે. મતલબ કે, પ્રત્યેક ૧૦૦ ટેસ્ટમાં ૩ વ્યક્તિના ટેસ્ટ પોઝિટિવ આવે છે.

ગુજરાતમાં હાલ ટેસ્ટ પોઝિટિવિટી રેશિયો ૩%

સૌથી ઓછો ટેસ્ટ પોઝિટિવિટી રેશિયો ધરાવતા રાજ્યોમાં ગુજરાત સાતમાં સ્થાને છે. ગુજરાતમાંથી સૌથી વધુ ૧૩.૮૩ લાખ ટેસ્ટ અમદાવાદં જિલ્લામાં અને સૌથી ઓછા ૧૫૦૪૯ ટેસ્ટ ડાંગમાંથી કરાયા છે. ગુજરાતના ૯ જિલ્લામાંથી કોરોનાના ૧ લાખથી વધુ ટેસ્ટ થયેલા છે.

સૌથી ઓછો ટેસ્ટ પોઝિટિવિટી રેશિયો ધરાવતા રાજ્યોમાં ગુજરાત સાતમાં સ્થાને

રાજ્ય            ટેસ્ટ  
   
ઉત્તર પ્રદેશ     ૧.૧૮ કરોડ  
બિહાર          ૮૪.૦૩ લાખ  
તમિલનાડુ      ૮૩.૨૨ લાખ  
મહારાષ્ટ્ર       ૭૫.૬૯ લાખ  
આંધ્ર પ્રદેશ     ૬૫.૬૯ લાખ  
કર્ણાટક        ૫૮.૫૨ લાખ  
ગુજરાત        ૫૦.૧૨ લાખ  
આસામ       ૩૮.૩૦ લાખ  
ઓડિશા        ૩૭.૫૫ લાખ  
પ. બંગાળ      ૩૬.૫૦ લાખ  
દિલ્હી          ૩૬.૨૩ લાખ  
કેરળ          ૩૫.૯૪ લાખ  

ગુજરાતમાં કરવામાં આવેલા કુલ ૫૦ લાખ ટેસ્ટ

ગુજરાતમાં કરવામાં આવેલા કુલ ૫૦ લાખ ટેસ્ટમાંથી અડધોઅડધ ટેસ્ટ અમદાવાદ-સુરત-વડોદરા-ગાંધીનગર એમ ચાર જિલ્લામાંથી કરવામાં આવેલા છે. ગુજરાતમાં બરાબર એક મહિના એટલે કે ૧૧ સપ્ટેમ્બર સુધી ૩૧,૪૫,૨૦૨ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આમ, છેલ્લા એક મહિનામાં જ કુલ ૧૮.૬૭ લાખ ટેસ્ટ કરવામાં આવેલા છે. ગુજરાતના જે જિલ્લામાં સૌથી ઓછા ટેસ્ટ થયા છે તેમાં ડાંગ ઉપરાંત ૩૩ હજાર સાથે નર્મદા, ૩૮ હજાર સાથે બોટાદ, ૪૩ હજાર સાથે પોરબંદરનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here