વડોદરામાં કોરોનાની એન્ટ્રીને 11 ઓક્ટોબરે 106 દિવસ થયા. આ 106 દિવસ દરમિયાન શહેરમાં કુલ ૧૩૦૫૬ પોઝિટિવ કેસ નોંધાયા છે. જાણીને આશ્ચર્ય થશે કે કોરોનાનું સંક્રમણ સ્ત્રીઓ કરતા પુરૃષોમાં બે ગણુ જોવા મળ્યુ છે. વડોદરાના નિષ્ણાત  ડોક્ટરોના મતે આ માટે  કેટલાક ચોક્કસ કારણો જવાબદાર છે.

વડોદરાના તબીબે આપ્યા ચોક્કસ જવાબદાર કારણો

શહેરમાં નોંધાયેલા ૧૩૦૫૬ કેસમાંથી ૮,૫૧૬ પુરૃષો છે અને ૪,૫૪૦ સ્ત્રીઓ છે. મતલબ કે કુલ કેસમાંથી ૬૫ ટકા પુરૃષો અને ૩૫ ટકા સ્ત્રીઓ છે. સ્ત્રીઓ કરતા પુરૃષોમાં કોરોનાના સંક્રમણનું પ્રમાણ કેમ વધુ છે તે અંગે એસએસજી અને ગોત્રી હોસ્પિટલના ડોક્ટરો સાથે વાત કરતા તેઓએ કેટલાક કારણે રજૂ કર્યા છે.

X રંગસૂત્ર ઉપર રોગપ્રતિકારક પ્રતિભાવ આપનાર જીન્સની સંખ્યા વધુ

પ્રથમ કારણ રંગસૂત્ર છે. પુરૃષોમાં ‘X-Y અને સ્ત્રીઓમાં ‘X-X’ રંગસૂત્ર હોય છે. X રંગસૂત્ર ઉપર રોગપ્રતિકારક પ્રતિભાવ આપનાર જીન્સની સંખ્યા વધુ હોય છે એટલે સ્ત્રીઓમાં રોગ પ્રતિકારક પ્રતિભાવ વધારે હોવાથી કોરોનાનો વાયરસ જલ્દીથી અસર કરતો નથી અથવા તો સંક્રમણ લાગે તો જલ્દીથી ખતમ પણ થઇ જાય છે.

સ્ત્રીઓમાં એસ્ટ્રોજન હોર્મોન આપે છે કોરોના સામે રક્ષણ

બીજુ અત્યાર સુધીના કોરોનાના કેસમાં એવું જાણવા મળ્યુ છે કે પ્રોટેસ્ટ કેન્સરથી પિડાતા પુરૃષોને એન્ટી ટેસ્ટોસ્ટીરોન દવા આપવામાં આવે છે આવા પુરૃષોને કોરોનાનું સંક્રમણ લાગતુ નથી એટલે પુરૃષોમાં સંક્રમણ માટે ટેસ્ટોસ્ટીરોન નામનું હોર્મોન પણ જવાબદાર હોઇ શકે તેવુ વૈજ્ઞાનિકોનું માનવુ છે તેની સામે સ્ત્રીઓમાં એસ્ટ્રોજન નામનું હોર્મોન હોય છે જે કોરોના સામે રક્ષણ આપતુ હોય તેવુ પણ વૈજ્ઞાનિકો હાલના તબક્કે માની રહ્યા છે.

પુરૃષોમાં સ્મોકિંગની આદત

ત્રીજુ કારણ સ્ત્રીઓ કરતા પુરૃષોમાં સ્મોકિંગની આદત વધુ હોય છે જે શ્વસનતંત્રને નબળુ પાડે છે અને કોરોના શ્વસનતંત્ર ઉપર એટેક કરે છે અને ચોથુ સામાન્ય પણ મહત્વનું કારણ એ છે કે પુરૃષો કરતા સ્ત્રીઓને દિવસમાં હાથ વધુ વખત ધોવાની આદત હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here