પશ્ચિમ બંગાળના રાણાઘાટ સ્ટેશન પર લતા મંગેશકરનું ગીત ગાઈને રાનૂ મંડલ રાતોરાત સ્ટાર બની હતી. ફેમસ થયા બાદ રાનૂને માટે જીવન બદલાઈ ગયું હતું. તેઓએ જે પણ કર્યું, જે પણ પહેર્યું તેના કારણે તે ચર્ચામાં રહી. ગયા વર્ષે નવરાત્રિમાં કોલકત્તામાં ભાગ્ય જે કોઈ પૂજા પંડાલ બચ્યો હશે જ્યાં તેઓનું તેરી મેરી કહાની સોન્ગ પ્લે નહીં થયું હોય. આ સમયે સોશ્યલ મીડિયા સેન્સેશન પણ બની રહી. તેમની લોકપ્રિયતાના કારણે તે ચર્ચામાં રહી પરંતુ હવે કોરોના મહામારીના કારણે ફરી એકવાર તેમનું ભવિષ્ય જોખમાયું છે. આજકાલ કામ ન મળવાથી તે ખૂબ પરેશાન છે.

  • ફરી એક વાર ચર્ચામાં આવી રાનૂ મંડલ
  • કોરોનાએ વધારી મુશ્કેલી, નથી મળી રહ્યું કામ
  • રાનૂ મંડલનું ભાવિ ફરી એકવાર અંધકારમાં

લાગી રહ્યું છે કે લોકો પર તેની અવાજનો જાદુ ખોવાઈ રહ્યો છે. નવેમ્બર 2019માં રાનૂ મંડલે હિમેશ રેશમિયાની સાથે 3 ગીત રેકોર્ડ કર્યા, પરંતુ હાલમાં કોઈ તેમના વિશે કંઈ સાંભળી રહ્યું નથી. મળતી માહિતી અનુસાર તેમના જીવનમાં ફરી એકવાર અંધકાર છવાયો છે. કોરોનાના કારણે તેમની સ્થિતિ ખરાબ થઈ છે. માહિતી મળી રહી છે કે મુંબઈમાં અત્યારે રાનૂ મંડલ પાસે કોઈ કામ નથી. જેના કારણે તે ખૂબ જ પરેશાન રહે છે. 

જૂના ઘરમાં પરત ફરી રાનૂ મંડલઃ સૂત્રો

એખ પછી એક વિવાદોમાં ફસાયેલા રાણાઘાટની લતા હવે નવા અવસરની શોધમાં છે. લોકપ્રિય થયા બાદ રાનૂએ પોતાનું જૂનું ઘર છોડી દીધું હતું અને એક નવા ઘરમાં શિફ્ટ થઈ હતી. હવે કહેવાઈ રહ્યું છે કે રાનૂ આ નવું ઘર છોડીને જૂના ઘરમાં પરત ફરી છે. મળતી માહિતી અનુસાર રાનૂ પાસે બોલિવૂડમાં ખાસ કામ રહ્યું નથી અને આર્થિક રીતે તેમની સ્થિતિ ખરાબ થઇ ચૂકી છે. તેના કારણે તે પોતાના જૂના ઘરમાં પરત ફરી ચૂકી છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here