થરાદની પંચવટી સોસાયટીમાંથી કુંટણખાણુ ઝડપાયું છે. મદદનીશ પોલીસ અધિક્ષકની ટીમે રહેણાંક મકાનમાંથી કુટણખાનુ ચલાવતી એક મહિલા અને તેના પુત્ર – પુત્રીને ઝડપી પાડ્યા છે.
થરાદની પંચવટી સોસાયટીમાંથી કુંટણખાનું ચલાવતી મહિલા સહિત ત્રણની અટકાયત કરાઈ છે. જેમાં થરાદની પંચવટી સોસાયટીમાં રહેતી લક્ષ્મી સોની નામની મહિલા દેહ વેપારનો ધંધો ચલાવતી હોવાની માહિતી મળતા જ થરાદના મદદનીશ પોલીસ અધિક્ષક પૂજા યાદવની ટીમે એક ડિકોય ટ્રેપ ગોઠવી હતી અને ડમી ગ્રાહક મોકલી સમગ્ર કુટણખાનું ઝડપ્યું છે.
આ કુટણખાનામાં લક્ષ્મી સોની અને તેની પુત્રી શ્વેતા અને પુત્ર યોગેશ સોની ત્રણેય મળી બહારથી છોકરીઓ અને ગ્રાહકોને મોબાઈલ પર સંપર્ક કરી બોલાવતા હતા. તેમજ ગ્રાહક પાસેથી 2000 રૂપિયા લઇ શરીર સુખ માણવાની સગવડ પૂરી પાડતા હતા. જેમા સમગ્ર આ મામલે પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા છે. તેમજ ત્રણેય સામે અનૈતિક વ્યાપાર પ્રતિબંધ અધિનિયમની કલમ 3, 4, 5, 6, 7 મુજબ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
હનીટ્રેપનો પણ મામલો આવ્યો હતો સામે
બનાસકાંઠામાં પણ હનીટ્રેપના બનાવો સામે આવી રહ્યા છે. પૈસા પડાવવા માટે ઠગ ગેંગ દ્વારા હેવ ખેડૂતોને પણ શિકાર બનાવવામાં આવી રહ્યા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. આવી જ એક ઘટના થરાદના દૂધવા ગામે બની હતી. અહીંયા સુઇગામના (Suigam Farmer) એક ખેડૂત ભેંસ લેવા જતા હનીટ્રેપમાં ફસાયા હતા
સુઇગામના મમાણાથી ભેંસ લેવા માટે થરાદ આવેલા આધેડને વાવના ભડવેલના એક પુરુષ અને બે મહિલા સહિત ત્રણે થરાદના દુધવા ગામની સીમમાં લઈ જઈ હનીટ્રેપમાં ફસાવી રૂ.50000 પડાવી લીધા હતા. જેમાં સંડોવાયેલા બે મહિલા અને એક પુરુષની થરાદ પોલીસે અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી