કેટલાક શાતીર લોકો પોતાના મગજનો સારા કામમાં ઉપયોગ કરવાને બદલે ખોટા કામમાં ઉપયોગ કરીને લોકોને છેતરવાનો રસ્તો અપનાવતા હોય છે, આવો જ શાતીર ભેજાબાજ પોલીસના શકંજામાં

છેતરપિંડીની ઘટનાઓ રોજ સામે આવતી હોય છે. કેટલાક શાતીર લોકો પોતાના મગજનો સારા કામમાં ઉપયોગ કરવાને બદલે ખોટા કામમાં ઉપયોગ કરીને લોકોને છેતરવાનો રસ્તો અપનાવતા હોય છે, આવો જ શાતીર ભેજાબાજ પોલીસના શકંજામાં આવી ગયો છે, જે લોકોના નામે લોન કરી મોબાઈલ ખરીદી કરી બારોબાર વેંચી નાખતો હતો. તો જોઈએ કેવી ટેકનીક અપનાવી કરતો હતો છેતરપિંડી.

આઇ.ડી.એફ.સી બેંકના લોન ધારકોના આઈડી પરથી લોન ધારકોના નામે વિજય સેલ્સમાંથી ઓનલાઇન મોબાઇલ ખરીદીને બારોબાર દુકાનદારને વહેંચી રોકડી કરી છેતરપિંડી આચરતા માસ્ટરમાઈન્ડની અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે દરિયાપુરના રહેવાસી મોહમ્મદ એજાજ શેખની ધરપકડ કરી છે. આરોપી અગાઉ મોબાઇલની દુકાન ધરાવતો હોવાથી કઈ બેંકમાં કેટલી સરળતાથી લોન થઈ શકે છે, તેની જાણકારી ધરાવતો હતો. જેથી આરોપીને ખબર હતી કે idfc first બેંક માંથી અગાઉ જે વ્યક્તિએ લોન લીધેલી હોય તે વ્યક્તિના નામે ઓનલાઇન ખરીદી કરવી હોય તો માત્ર ઓટીપીની જરૂર પડે છે.

આરોપીની દુકાને આ બેંકના કોઈ કર્મચારી લોનના કામ પરથી આવતા ત્યારે તે કર્મચારીને બેંક દ્વારા આપવામાં આવેલ યુઝર આઈડી અને પાસવર્ડની વિગતો મેળવી લેતો હતો. અને બેંકની સાઇટ પર પોતે લોગીન કરીને લોન મેળવનાર ગ્રાહકોના ડેટા મેળવતો હતો.બાદમાં ગ્રાહકને બીજી લોન મળી શકે તેમ હોય તો તે ગ્રાહકને ફોન કરીને કહેતો કે, તાજેતમાં લોન પર તમે જો કોઈ વસ્તુ લીધેલ હોય તે તો લોનના ecs bounce થયેલ છે અથવા તો ecs ચાલુ કરવાના છે. તેમ કહીને ગ્રાહકના મોબાઈલમાં આવેલ ઓટીપી નંબર મેળવતો હતો, અને તે ઓટીપી નંબર પોતે વિજય સેલ્સના પોર્ટલ પર નાખતો હતો અને જેતે ગ્રાહકના નામે લોન પર મોબાઈલ ખરીદી લેતો હતો. અને જે તે ગ્રાહકના બેંક એકાઉન્ટમાં લોન થઈ જતી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here