મેડિકલ કોલેજોમાં ફી ઘટાડાને લઈને વિદ્યાર્થી-વાલીઓની માંગ ઉઠી છે ત્યારે સરકાર ફી ઘટાડા મુદ્દે અનિશ્ચિત છે. જીએમઈઆરએસ કોલેજોમાં ફી વધારો જતો કરવાની લોલીપોપ આપીને સરકારે અન્ય ખાનગી કોલેજોમાં ફી મુદ્દે નિર્ણય ફી કમિટી કરશે તેવું જણાવ્યું છે પરંતુ બીજી બાજુ ફી કમિટીનુ કહેવું છે કે અમારા કાર્યક્ષેત્રમાં જ નથી. આમ સરકાર ફી કમિટી પર ફીનો નિર્ણય ઢોળી રહી છે ત્યારે સરકારની આ અનિશ્ચિતતા વચ્ચે વિદ્યાર્થીઓ-વાલીઓ મુંઝાયા છે

ફી ઘટાડા મુદ્દે નાયબ મુખ્યમુંત્રી નિતિન પટેલે શું કહ્યું?

જીએમઈઆરએસ કોલેજો સરકાર હેઠળની જ ખાનગી કોલેજો છે ત્યારે સરકારે 8 મેડિકલ કોલેજો અને ડેન્ટલ કોલેજોમાં આ વર્ષે ફી વધારો નહી કરવાની જાહેરાત તો કરી દીધી છે પરંતુ અન્ય ખાનગી મેડિકલ કોલેજોની ફી નહી વધે કે ઘટશે તે મુદ્દે કોઈ સ્પષ્ટતા કરી નથી. આરોગ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલનું કહેવું છે કે ફી ઘટાડા મુદ્દે નિર્ણય મેડિકલની ફી કમિટી કરશે.

જીએમઈઆરએસ કોલેજોમાં અને સરકારી કોલેજોમાં આ વર્ષે કોઈ ફી વધારો નહી થાય.અન્ય કોલેજો માટે ફી કમિટી પ્રક્રિયા કરશે. જ્યારે બીજી બાજુ ફી કમિટીએ સરકારને પત્ર લખીને વાલીઓને રજૂઆતો જણાવી કહ્યુ છે કે અમારા કાર્યક્ષેત્રમાં નથી. ઉપરાંત ફી કમિટીના મેમ્બરનું પણ કહેવુછે કે અમારૂ કામ ફી વધારો કે ઘટાડો કરવાનું નથી.રેગ્યુલેશન મુજબ અમે તે અમારા કાર્યક્ષેત્રમાં જ નથી.સરકારે નક્કી કરવાનું હોય છે.

આમ સરકાર ફી મુદ્દે સ્પષ્ટ નિર્ણય કરવાને બદલે ફી કમિટી પર ઢોળી રહી છે પરંતુ ફી કમિટીના કાર્યક્ષેત્રમાં જ નથી. પરંતુ સરકાર અમને જવાબદારી સોંપશે તો અમે કરીશુ. હજુ સુધી સરકારે અમને આ મુદ્દે કશુ કીધુ નથી. મહત્વનું છે કે સરકારે જે જીએમઈઆરએસ કોલેજોની ફી ન વધારવા જાહેરાત કરી છે તે કોલેજોની ફી પણ દર ત્રણ વર્ષે ફી કમિટી જ નક્કી કરે છે.

ભરતી

તો તમામ કોલેજો ફી કમિટી હેઠળ જ આવતી હોય તો તમામ માટે સરખો નિર્ણય કેમ નહી ?બીજી બાજુ ટેકનિકલ અને નોન ટેકનિકલ કોલેજો માટે હાલ સંચાલક મંડળો સાથે બેઠક કરી ફી મુદ્દે પ્રક્રિયા ચાલી રહી છે. પરંતુ મેડિકલ કોલેજોની ફી માટે કોઈ પ્રક્રિયા થઈ નથી.આમ એક જ રાજ્યમાં પ્રોફેશનલ-ટેકનિકલ કોલેજોની ફી મુદ્દે જુદા જુદા નિયમો લાગુ હોય તેમ કોઈ સ્પષ્ટતા કરાતી નથી.

કોવિડ કામગીરીને લીધે સરકાર ફી મુદ્દે દબાણ પણ કરી શકે તેમ નથી

જો ટેકનિકલ કોલેજો અને નોન ટેકનિકલ કોલેજોમાં કદાચ સંચાલકો માનશે અને ફી ઘટશે તો પણ મેડિકલ કોલેજોમાં ઘટે તેવુ લાગતુ નથી. મેડિકલ કોલેજો માટેની પરિસ્થિતિ હાલની કોવિડની સ્થિતિમાં અલગ છે.મેડિકલ કોલેજો-હોસ્પિટલો હાલ કોવિડ કામગીરીમાં હોય સરકાર મેડિકલ કોલેજોના સંચાલકોને ફી ઘટાડો કરવા દબાણ પણ કરી શકે તેમ નથી.

જો કે સરકારે જીએમઈઆરએસ કોલેજો માટે આ વર્ષે ફી વધારો કર્યો નથી ત્યારે અન્ય ખાનગી કોલેજો પણ ફી વધારો ન માંગે તેવી શક્યતા છે.પરંતુ ઘટાડો તો થશે જ નહી.જો કે સરકારે તમામ ખાનગી કોલેજોના વિદ્યાર્થીઓને પણ કોવિડ ડયુટી સોંપી હોવાથી સરકારે ફી મુદ્દે થોડી રાહત વિદ્યાર્થીઓને આપવી જોઈએ તેવી વાલીઓમાં માંગ ઉઠી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here