મોટા ઘરના કંકાસનો કિસ્સો બહાર આવતા ચકચાર મચી ગઈ હતી. ભાવનગરમાં હાઈપ્રોફાઈલ ઘરેલું હિંસાનો કેસ સામે આવ્યો છે. આવો જાણીએ શું છે સમગ્ર મામલો?

  • સાસુએ પણ નોંધાવી ફરિયાદ
  • મામલતદારે અભયમની મદદ માંગી
  • શું છે મામલો?

ભાવનગરમાં કસ્ટમ એન્ડ એક્સાઇઝ ડિપા.માં જોઇન્ટ કમિશનર તરીકે ફરજ બજાવતા અને સુરતના ઉધના દરવાજા ખાતે રહેતા મિહિર રાયકા વિરુદ્ધ મામલતદાર પત્નીએ દહેજ ઉત્પીડનની ફરિયાદ નોંધાવી હચ ચકચાર મચી ગઈ હતી.

શું નોંધાવી ફરિયાદ?

વધુ બાળકો પેદા કરવા અને નોકરી નહિ કરવા દબાણ કરી મારામારી દરમિયાન ગળું દબાવી દેવાની ફરિયાદ કરતાં ચકચાર મચી છે. સામે પુત્રવધૂએ પણ ગળું દબાવવાની કોશિશ કર્યાની સાસુએ વળતી ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે સુરત ઉધના દરવાજા વિહત વિહાર સોસાયટીમાં રહેતા અને 2010માં આઇ.આર.એસ. ઓફિસરની પરીક્ષા પાસ કરનાર મિહિર ગાંડાભાઇ રાયકા અને તેમની માતા સુરેખાબેન વિરુદ્ધ સુરત ડિઝાસ્ટર સેલમાં મામલતદાર તરીકે ફરજ બજાવતી પત્ની દિપલબેને ખટોદરા પોલીસ મથકે અત્યાચારની ફરિયાદ નોંધાવી હતી.

નોકરી પસંદ નથી

2010માં મિહિર સાથે થયેલાં લગ્ન દરમિયાન એક પુત્ર એક પુત્રીની માતા બન્યા બાદ 2017થી મામલતદાર તરીકે નોકરીએ લાગી હતી. પોતાની નોકરી કરવું પરિવારને પસંદ નહિ હોઇ નોકરી છોડી દેવા તથા પોતાની માસીને કોઇ સંતાન નહિ હોઇ પુત્રી તેમને દત્તક આપી દેવા દબાણ કરી વધુ બાળકો પેદા કરવા માટે દબાણ કરવામાં આવતું હોવાના ગંભીર આક્ષેપો કરાયા હતા.

અભયમની મદદ માંગી

શનિવારે રાત્રે પતિએ મારઝૂડ કરી પોતાનું ગળું દબાવી દેવાની કોશિશ સાથે દિપલબેને મહિલા અભયમને ફોન કરી મદદ માગી હતી. ખટોદરા પોલીસ મથકે આવી દિપલબેને પતિ અને સાસુ વિરુદ્ધ 498(એ), 323, 504, 506(2), 114 અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી.

સાસુએ પણ નોંધાવી ફરિયાદ

સામે સુરેખાબેને પણ પુત્રવધૂ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. શનિવારે રાત્રે પોતાની સાથે ઝઘડા દરમિયાન મામલતદાર પુત્રવધૂએ પોતાનું ગળું દબાવવાની કોશિશ કર્યાની તથા ભૂતકાળમાં કેસ કરવાના બહાને દાગીના અને રોકડ પડાવ્યાની ફરિયાદ પુત્રવધૂ તથા તેના પિતા અમરાભાઇ ભારાઇ, હર્ષિદાબેન અમરાભાઇ અને વિસ્મય અમરાભાઇ વિરુદ્ધ નોંધાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here