મુંબઈ પોલિસે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ (TRP)ની છેડછાડ કરનારાનો ભાંડો ફોડવાનો દાવો કર્યો છે. આ પછી પ્રમુખ જાહેરાત આપનારા અને મીડિયા એજન્સીઓનું કહેવું છે કે તેમની પર બારીક નજર રખાઈ રહી છે. એવામાં પારલેના ઉત્પાદન કરનારી કંપનીએ નિર્ણય કર્યો છે કે તે હવે પારલેજી બિસ્કિટની જાહેરાત ટીવી પર નહીં કરે. કંપનીના એક વરિષ્ઠ અધિકારીએ આ બાબતની જાણકારી આપી છે.

  • Parle G કંપનીએ લીધો મોટો નિર્ણય
  • હવેથી પારલે જી બિસ્કિટની નહીં કરે ટીવી પર જાહેરાત
  • કંપનીના નિર્ણય બાદ નામ થયું ટ્રેન્ડ

કંપનીના એક વરિષ્ઠ અધિકારીએ આપેલી માહિતી અનુસાર કંપની સમાજમાં નુકસાન ફેલાવનારા કંટેન્ટને પ્રસારિત કરનારા સમાચાર ચેનલો પર જાહેરાત નહીં આપે. તેઓએ કહ્યું છે કે અમે એવી શક્યતાઓ શોધી રહ્યા છે જેમાં અન્ય જાહેરાતકર્તા એકસાથે આવે અને સમાચાર ચેનલ પર જાહેરાત આપવા માટેના પોતાના ખર્ચ પર સંયમ રાખે જેથી સમાચાર ચેનલોને સ્પષ્ટ સંકેત મળે કે તેઓએ પોતાના કન્ટેન્ટમાં બદલાવ લાવવો પડશે. 

તેઓએ કહ્યું કે આક્રમકતા અને સામાજિક સૌહાર્દને બગાડીને તેને વેગ આપનારા ચેનલ એ નથી જેની પર કંપનીઓ રૂપિયા ખર્ચ કરવા ઈચ્છે છે. કેમકે આ તેના લક્ષ્ય નક્કી કરેલા ગ્રાહકો નથી. કંપનીના નિર્ણયના સોશ્યલ મીડિયા પર વખાણ થઈ રહ્યા છે. એક યૂઝરે કહ્યું કે આ દેશને માટે સારું છે. અન્ય યૂઝરે લખ્યું કે એક સારી પહેલ. ત્રીજા યૂઝરે લખ્યું કે ખૂબ સુંદર, સન્માન,. વધારેને વધારે કંપનીઓ આ રસ્તે ચાલવી જોઈએ. ચોથા યૂઝરે લખ્યું કે આ ફક્ત શરૂઆત હોઈ શકે છે. આશા છે કે વધારે કંપનીઓ તેનું પાલન કરે અને અમે એક સકારાત્મક ફેરફાર જોઈ શકીએ. 

બજાજે પણ લીધો આ નિર્ણય

પારલે જી પહેલાં ઉદ્યોગપતિ અને બજાજ ઓટોના પ્રબંધ નિર્દેશક રાજીવ બજાજે પણ કહ્યું હતું કે તેમની કંપનીએ 3 ન્યૂઝ ચેનલોને બ્લેકલિસ્ટ કરી છે. રાજીવ બજાજે કહ્યું કે એક મજબૂત બ્રાન્ડ એ આધાર છે જેની પર તમે એક મજબૂત વ્યવસાયને ઊભો કરો છો. દિવસના અંતે એક વ્યવસાયનો ઉદ્દેશ્ય સમાજમાં કંઈક યોગદાન આપવાનો રહે છે. અમારી બ્રાન્ડ ક્યારેય કોઈ એવી ચીજ સાથે નહીં જોડાય જ્યાં અમને લાગે છે કે તે સમાજમાં ઝૈર ફેલાવવાની કોશિશ કરી રહ્યું છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here