એક સમયની આ વાત છે, જ્યારે બીરબલ પોતાના દરબાર છોડીને ચાલ્યા ગયા હતા. અકબર પણ હેરાન થઈ ગયા, કે આ ભાઈ ગયા તો ગયા ક્યાં ? કોઈએ જણાવ્યું કે, જનાબ બીરબલ તો ખેતી કરી રહ્યા છે. એ પણ હીરાની.બીરબલને બોલાવવામાં આવ્યો. તે દરબારમાં આવ્યો. અકબરે પૂછ્યુ શું આ સાચૂ છે. તું હીરાની ખેતી કરે છે ? બીરબલે કહ્યુ જી હા.તમે જોવા માગશો હીરા.તો એના માટે તમારે સવાર સવારમાં આવવું પડશે. બાદમાં અકબર એક દિવસ સવાર સવારમાં ખેતરમાં ગયા. ત્યાં પાક ઉભો હતો. રાજાએ કહ્યુ આ તો ઘઉંનો પાક છે. તો બીરબલે ઝાકળનું ટીપુ આંગળી પર લીધુ અને રાજાને કહ્યુ આ રહ્યો હીરો. એટલે કે પાક જ હીરો છે

તો હવે અમે પણ કંઈક આવું જ એક સોનાનું ઝાડ બતાવવા જઈ રહ્યા છે. જે 1400 વર્ષ જૂનૂ છે. જેના પાન સોના જેવા ચમકીલા છે.

ટ્વીટર યુઝર્સ @Thamkhaimeng એ આ તસ્વીર શેર કરી છે. તેણે ટ્વીટમાં જણાવ્યા પ્રમાણે આ ઝાડ 1400 વર્ષ જૂનૂ છે. તસ્વીરમાં આપ જોઈ શકો છો કે, તેના પાન એટલા ચમકીલા છે તેને જોઈને આપને ચોક્કસ લાગશે કે તે સોનાનું ઝાડ છે.

આપને જણાવી દઈએ કે, આ ઝાડને ginkgo tree કહેવાય છે. han fei નામના શખ્સે આ ઝાડની તસ્વીરને કેમેરામાં કેદ કરી છે.તસ્વીર જોતા તમને લાગશે કે, આ કોઈ વોલપેપરની તસ્વીર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here