ડીટીએચ યુઝર્સ માટે ખુશખબરી છે. દેશની સૌથી મોટી ડીટીએચ કંપની ટાટા સ્કાય યુઝર્સને 2 મહિના માટે ફ્રી સર્વિસ આપી રહી છે. ફ્રી સર્વિસ બેનિફિટ યુઝર્સને કેશબેક તરીકે આપવામાં આવી રહ્યું છે.

  • ટાટા સ્કાયના ગ્રાહકો માટે સારાં સમાચાર
  • કંપની ગ્રાહકો માટે લાવી બેસ્ટ ઓફર
  • કેશબેક મેળવવા કરી લો રિચાર્જ

6 અને 12 મહિનાના રિચાર્જ પર કેશબેક ઓફર

ડીટીએચ કંપની ટાટા સ્કાયની આ ઓફર હેઠળ 12 મહિનાનું સબ્સ્ક્રિપ્શન લેનારા યુઝર્સને 2 મહિનાનું કેશબેક ઓફર મળી રહ્યું છે. સાથે જ 6 મહિના માટે રિચાર્જ કરાવવા પર યુઝર્સને એક મહિનાનું રિચાર્જ અમાઉન્ટ કેશબેકમાં મળે છે. 

7 દિવસની અંદર મળશે કેશબેક

ટાટા સ્કાયની આ ઓફર 31 ઓક્ટોબર 2020 સુધી જ વેલિડ છે. આ ઓફર માત્ર કંપનીની વેબસાઈટ અને મોબાઈલ એપથી કરેલાં રિચાર્જ માટે વલિડ છે. કંપનીએ જણાવ્યું કે, કેશબેક અમાઉન્ટ સાત દિવસમાં યુઝર્સના ખાતામાં ક્રેડિટ થઈ જશે. 2 મહિનાના કેશબેકવાળા પ્લાનમાં રિચાર્જ કરાવવા પર પહેલાં મહિનાનું કેશબેક અમાઉન્ટ 48 કલાકમાં અને બીજા મહિનાનું કેશબેક સાત દિવસમાં આવી જાય છે. 

આ બેંકના કાર્ડ પર પણ છે ઓફર

એક રિપોર્ટ અનુસાર, આ ઓફર ટાટા સ્કાઈ અકાઉન્ટના એક્ટિવેશનવાળા દિવસે કરાવેલાં રિચાર્જ માટે ઉપલબ્ધ નથી. ટાટા સ્કાયનો આવો જ એક પ્લાન બેંક ઓફ બરોડાના ક્રેડિટ કાર્ડ પર પણ મળી રહી છે. 
બેંક ઓફ બરોડાના ક્રેડિટ કાર્ડ પર આ ઓફર 30 નવેમ્બર સુધી વેલિડ છે. ઓફરથી જોડાયેલી વધુ ડિટેલ્સ માટે કંપનીની વેબસાઈટ પર વિઝિટ કરી શકો છો. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here