લાંબી મથામણ બાદ કોંગ્રેસે પાંચ બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા. જેમાં ગઢડામાં મોહન સોલંકી, અબડાસામાં શાંતિલાલ સેંઘાણી, ધારીમાં સુરેશ કોટડિયા, મોરબીમાં જયંતી પટેલ તો કરજણમાં કિરીટસિંહ જાડેજાને ટિકિટ આપી છે. તો લીમડી, કપરાડા અને ડાંગ બેઠક પર હજુ કોકડું ગુંચવાયેલું છે. અને આ ત્રણેય બેઠકો પર ઉમેદવારની પસંદગી માટે મથામણ ચાલી રહી છે.

  • ગઢડા મોહન સોલંકી
  • અબડાસા શાંતિલાલ સેંઘાણી
  • ધારી સુરેશ કોટડિયા
  • મોરબી જયંતી પટેલ
  • કરજણ કિરિટસિંહ જાડેજા

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ચૂંટણીપંચે મહત્વનો નિર્ણય લીધો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ત્રણ મહિના માટે મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્રણ મહિના બાદ તમામ પરિસ્થિતિની સમીક્ષા બાદ નિર્ણય લેવામાં આવશે. ચૂંટણીપંચે મહત્વનો નિર્ણય લીધો છે.

રાજ્યની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં 6 મહાનગરપાલિકા, 55 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓની મૂદ્દત પૂર્ણ થતાં આ ચૂંટણીઓ નવેમ્બર 2020માં યોજાવાની હતી. ત્યારે હવે કોરોનાના કારણે આ ચૂંટણીઓ મોકુફ રાખવામાં આવી છે. રાજ્યના ચૂંટણી પંચે જાહેરાત કરતા આગામી ત્રણ મહિના સુધી આ ચૂંટણીઓને મુલતવી રાખવામાં આવી છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને અમદાવાદના કોંગ્રેસે કાર્યાલય ખાતે યોજાયેલી બેઠક પૂર્ણ થઈ છે.જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષના નેતા સામેલ થયા હતા. બેઠકમાં ચર્ચા બાદ ચૂંટણી લડવી હોય તો સંગઠનમાં સ્થાન નહી તેવો સ્પષ્ટ સંદેશ આપવાનો પ્રયાસ થયો હતો. ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા માટેની કાર્યવાહી શરૂ કરવા સૂચના આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here