અનુષ્કા-વિરાટ, કરીના-સૈફ અલી ખાન, અનિતા હસનંદાની-રોહિત રેડ્ડી બાદ હવે વધુ એક કપલના ઘરે પારણું બંધાવાનું છે. એક્ટ્રેસ અમૃતા રાવ (amrita rao) અને આરજે અનમોલ હવે માતાપિતા બનવા જઈ રહ્યા છે. વિવાહ ફિલ્મની એક્ટ્રેસ અમૃતાએ 2016માં આરજે અનમોલ (rj anmol) સાથે લગ્ન કર્યા હતા. તેમના ઘેર જલ્દી જ નાનકડુ મહેમાન આવવાનું છે તેવી તેઓએ જાહેરાત કરી છે. 

Good News! Amrita Rao And RJ Anmol Are Expecting Their First Baby

હાલમાં જ અમૃતાની પ્રેગનેન્સીની પહેલી તસવીર સામે આવી છે. હકીકતમાં બંને એકસાથે ક્લિનિકની બહાર સ્પોટ થયા હતા. ખબર અનુસાર, અમૃતાની પ્રેગનેન્સી વિશે બહુ લોકો જાણતા ન હતા.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયા પાસેથી મળેલી માહિતી અનુસાર, આ કપલ નાનકડા મહેમાનને વધાવવા બહુ જ ખુશ છે. લોકડાઉન પહેલા તે પ્રેગનેન્ટ થઈ હતી. બંને પોતાના ઘરમાં નવા મહેમાનને આમંત્રવા તૈયારીમાં લાગ્યા છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here