રાજકોટ લોધિકા સંઘમાં ભાજપના જ બે જૂથ આમને સામને હતા. ભાજપ સહકારી આગેવાન નીતિન ઢાકેચા અને ધારાસભ્ય અરવિંદ રૈયાણી વચ્ચે ચેરમેન પદ માટે ભારે ખેંચતાણ ચાલી રહી હતી

આજે રાજકોટની લોધિકા સંઘની ચૂંટણી યોજાઈ હતી. ત્યારે રાજકોટ લોધિકા સંઘના ચેરમેન અને વાઇસ ચેરમેન પદ પર મોટું પરિવર્તન જોવા મળ્યું. સંઘના ચેરમેન પદ માટે ભાજપના બે જૂથ વચ્ચે લડાઇમાં કોંગ્રેસે મેદાન માર્યુ છે. રાજકોટ લોધિકા સંઘના ચેરમેન પદ પર મૂળ કોંગ્રેસી નરેન્દ્રસિંહ જાડેજાની નિમણૂંક કરાઈ છે. તો વાઈસ ચેરમેન પદ પર સંજય અમરેલીયાની નિમણૂંક કરવામાં આવી છે. 

ભાજપના ડખા વચ્ચે કોંગ્રેસ ફાવી ગયું 
સંઘના નવા ચેરમેન બનેલ નરેન્દ્રસિંહ જાડેજા પત્રકાર છે અને અગાઉ રાજકોટ માનપમાં વિપક્ષના નેતા રહી ચૂક્યા છે. ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણી અને પૂર્વ ચેરમેન નીતિન ઢાકેચા વચ્ચેના જુથવાદમાં મૂળ કોંગ્રેસી નરેન્દ્રસિંહ જાડેજાની ચેરમેન પદ પર નિમણૂંક થઈ છે. આમ, ભાજપના ડખા વચ્ચે કોંગ્રસ ફાવી ગયું છે. 

ભાજપના બે જૂથ હતા આમને-સામને 
આજરોજ રાજકોટ લોધિકા સંઘની ચૂંટણી યોજાઈ હતી. સંઘના ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટેની ચૂંટણી યોજાઈ હતી. રાજકોટ લોધિકા સંઘમાં ભાજપના જ બે જૂથ આમને સામને હતા. ભાજપ સહકારી આગેવાન નીતિન ઢાકેચા અને ધારાસભ્ય અરવિંદ રૈયાણી વચ્ચે ચેરમેન પદ માટે ભારે ખેંચતાણ ચાલી રહી હતી. આજની ચૂંટણીમાં ધારાસભ્ય અરવિંદ રૈયાણી અને પ્રમુખ નીતિન ઢાંકેચા વચ્ચે બળાબળીના પારખા થવાના હતા. MLA અરવિંદ રૈયાણી પરિવર્તન કરશે તેવો દાવો કરાયો હતો. તો બીજી તરફ, પ્રમુખ નીતિન ઢાંકેચાનો સભ્યોની બહુમતી હોવાનો દાવો હતો. છેલ્લા 21 વર્ષથી નીતિન ઢાંકેચા ચેરમેન પદ પર હતા. ભાજપના આંતરિક જૂથવાદની અસર સહકારી ક્ષેત્રમાં છવાઇ હતી. 

આ પહેલા રાજકોટમાં લોધિકા સંઘમાં સરકાર તરફી નિમણૂક કરાઇ હતી. જેમાં અરવિંદ રૈયાણી જુથનો દબદબો જોવા મળ્યો હતો. ભાનુ મેતા, ગૌરવસિંહ જાડેજા અને મુકેશ કમાણીની વરણી કરાઈ હતી. તો તેમાં જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખિયા અને ભરત બોધરાના નામ કપાયા હતા. તેમજ નીતિન ઢાંકેચા જુથે દરખાસ્ત કરેલા બે નામો પણ કપાયા હતા. આમ, સરકારી તરફી નિમણૂંકમા રાજકોટ-લોધિકા સંઘમાં રૈયાણી જુથનો દબદબો જોવા મળ્યો હતો. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here