AMCની ચૂંટણી ત્રણ મહિના પાછી ઠેલી દેવાઇ છે. AMC ભાજપનો ગઢ છે. કોરોનાના સંક્રમણના કાળમાં અમદાવાદ જેવા શહેરમાં એલિટ ક્લાસ અને અપર મિડલ ક્લાસ જો વોટિંગ કરવાથી કતરાય તો તેનું મોટું નુકસાન વેઠવાનો વારો પણ ભાજપને આવી શકે છે તેવા સંજોગોમાં ચૂંટણી પાછી ઠેલાઇ છે જેનો સૌથી વધુ ફાયદો સત્તાધારી પક્ષ ભાજપને થશે.

જાણકારો એવું પણ માને છે કે, કોરોના સંક્રમણના કારણે મોટા વિકાસના કામો ઉપર અસર પડી છે તેવા સંજોગોમાં વહીવટદાર નીમીને વિકાસના કામોને પાટા ઉપર લવાશે. ફરી ચૂંટણીનું નોટિફિકેશન આવે તે પહેલાં મોટા વિકાસના કામો પૂર્ણ કરીને લોકાર્પણ કરીને શહેરીજનોમાં એક વિશ્વાસ પેદા કરાશે.

બીજી તરફ AMCમાં વિપક્ષના નેતા બદલવાનો મોટી બબાલ ચાલી રહી છે તેવા સંજોગોમાં કોંગ્રેસ વિરુદ્ધ કોંગ્રેસનો જંગ છેડાયો છે. જો વિપક્ષના નેતા બદલાય કે ન બદલાય પણ મોટો બળવો થવાના એંધાણ વર્તાઇ રહ્યાં છે તેવા સંજોગોમાં અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણી પાછી ઠેલાય તેમાં કોંગ્રેસના કેટલાંક નેતાઓને પણ રસ છે.

કોંગ્રેસના આગેવાનો સુપ્રીમ કોર્ટમાં એક વોર્ડ એક કોર્પોરેટરની પિટિશન ચાલી રહી છે તેની ઉપર મીટ માંડીને બેઠા છે તેવા સંજોગોમાં જો ચૂંટણીનું નોટિફિકેશન જાહેર થઇ જાય પછી એક વોર્ડ એક કોર્પોરેટરનો ચુકાદો આવે તો તેનો અમલ પાંચ વર્ષ પછી થઇ શકે તેમ છે. આમ ચૂંટણી ટળે અને કોંગ્રેસના પક્ષમાં ચુકાદો આવે તેવી આશા કોંગ્રેસના નેતાઓને છે. આથી, ચૂંટણી પાછી ઠેલાઇ તેથી કેટલાંક કોંગ્રેસના નેતાઓ પણ ખુશ છે.

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણી પાછી ઠેલાઇ છે તેવા સંજોગોમાં કોંગ્રેસ પક્ષ તરફથી તેનો વિરોધ કરાઇ રહ્યો નથી તો બીજી તરફ સત્તાધારી પક્ષ દ્વારા આ નિર્ણયને મૂકસંમતિ અપાઇ છે. એવી પણ ચર્ચા છે કે, અમદાવાદ શહેરના ભાજપના કેટલાંક આગેવાનોએ પણ ચૂંટણી પાછી ઠેલાય તેવી રજુઆતો છેક ઉપર સુધી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here