ભારત-ચીન વચ્ચે તણાવ યથાવત છે. ઉલ્લેખનીય છે કે લદ્દાખમાં તણાવ વચ્ચે ચીન હવે પૈગોંગ ઝીલમાં અંડરવોટર ગતિવિધિ પર નજર રાખી રહ્યુ છે. નોઁધનીય છે કે ચીની સેનાએ હાઈસ્પીડ પેટ્રોલિંગ ક્રાફ્ટ દ્વારા પૈગોંગ ઝીલમાં પાણીની ઉંડાઈ માપી રહી છે. ત્યારે બીજી તરફ કેટલીક સેટેલાઈટ તસવીર સામે આવ્યા બાદ ચીનની મેલી મુરાદ સામે આવી છે.

ચીનની મેલી મુરાદ સામે આવી

સેટેલાઈટ તસવીર સામે આવ્યા બાદ ચીનની મેલી મુરાદ સામે આવી

નોંધપાત્ર છે કે સેટેલાઈટ તસવીરમાં કપટી ડ્રેગનના બદ ઈરાદો સામે આવ્યા છે. નોંધનીય છે કે કપટી ચીન દ્વારા જે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેનો ઉપયોગ એન્ટી સબમરીન વોરફેરમાં કરવામાં આવે છે.  મળતી માહિતી પ્રમાણે ફિંગર ચારથી આઠ વચ્ચે ચીને 13 જેટલી બોટને તૈનાત કરી છે. ફિંગર પાંચ પાસે વધુ આઠ જેટલી બોટ પણ તૈનાત કરી છે. પૈગોંગ ઝીલમાં અંડરવોટર ગતિવિધિ પર નજર રાખવા એરક્રાફ્ટમાં મેગ્નેટિક અનોમેલી ડિટેક્ટર લગાવવામાં આવ્યા છે. તો બીજી તરફ ભારતે પણ પૈગોંગ ઝીલમાં સઘન સુરક્ષા ગોઠવી છે.

ચીની સેના PLAની એરફોર્સ હવે પૈંગોંગ ત્સોમાં અંડર વોટર એક્ટિવીટી પર નજર રાખી રહ્યું છે. તેના માટે સ્પેશલ તરીકે એરક્રાફ્ટનો વપરાશ કરવામાં આવી રહ્યો છે જેમાં મેગ્નેટીક અનોમેલી ડિટેક્ટર (MAD boom) લાગેલું છે. ઉલ્લેખનીય છે કે જેમાં Y-8 GX6 અને Shanxi Y-8 transporter’s Gaoxin-6 અથવા High New 6 variant જેવા એરક્રાફ્ટ શામેલ છે, ઉલ્લેખનીય છે કે જેનો ચીની નેવી દ્વારા એન્ટી સરફેસની સાથે સાથે સબમરીન યુદ્ધ માટે કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here