મંગળવારે એટલે કે આજે એક મહત્વપૂર્ણ ખગોળીય ઘટના ઘટશે અને સૌર મંડળમાં એક અદ્ધભૂત નજારો જોવા મળશે. મંગળ ગ્રહ પૃથ્વીની સૌથી નજીક હશે અને પોતાના ઉજ્જવળ નારંગી રંગમાં ચમકતો દેખાશે.

જ્યોતિષ શોધકર્તા અને એસ્ટ્રોલૉજી એક વિજ્ઞાન રિસર્ચ પુસ્તકના લેખક ગુરમીત બેદીએ જણાવ્યું કે અદ્ધભૂત વાત એ હશે કે આ દિવસે મંગળ સૂર્યના વિપરીત હશે અને પૃથ્વી સીધી મંગળ અને સૂર્યના વચ્ચે સ્થિત હશે.

તેનાથી ધરતી અને સૂર્યની સાથે મંગળ ગ્રહ એક સીધમાં દેખાશે. ગુરમીત બેદીને અનુસાર જે લોકો આ વખતે આ ખગોળીય ઘટનાને અને આ અદ્ધભૂત નજારાને સૌરમંડળમાં જોવાથી ચૂકી જશે, તેમણે ફરી 15 વર્ષની રાહ જોવી પડશે અને આવો નજારો 11 સપ્ટેમ્બર 2035માં જ દેખાશે.

મંગળવારે મંગળ ગ્રહને પોતાની આંખોથી પણ જોઈ શકાશે. ગુરમીત બેદીએ જણાવ્યું કે સૌથી વિહંગમ તેમજ સૌથી અદ્ધભૂત નજારો એ પણ હશે કે મંગળવારે સાંજના સમયે જ્યારે પશ્ચિમમાં સૂર્ય અસ્ત થઈ રહ્યા હશે તો પૂર્વમાં મંગળ ઉદય થઈ રહ્યો હશે.

ગુરમીત બેદીના અનુસાર વિજ્ઞાનની ભાષામાં આ ખગોળીય ઘટનાને માર્સ એટ એપોઝિશન કહેવામાં આવે છે. સૂર્ય, પૃથ્વી અને મંગળ આ ત્રણે ગ્રહોનો એક સાથે સીધી લાઈનમાં આવવું ખગોળ વિજ્ઞાનમાં રૂચિ રાખનારા લોકો માટે ખરેખરમાં એક યાદગાર દિવસ રહેશે.

મંગળ ગ્રહ અડધી રાત સુધી દક્ષિણ દિશામાં ચાલ્યો જશે અને જો તમારી પાસે એક હાઈ ક્વોલિટીનું ટેલીસ્કોપ છે તો તમે ગ્રહની સપાટીની એક ઝલક પણ જોઈ શકશો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here