Google Driveમાં એક બદલાવ થવા જઇ રહ્યો છે જેનાથી હવે 30 દિવસ બાદ તેમાં ટ્રેશ આઇટમ્સ નહી રહે. તેની શરૂઆત આજે એટલે કે 13 ઓક્ટોબરથી જ થવા જઇ રહી છે. Google એ એક સ્ટેટમેન્ટમાં કહ્યું છે કે 13 ઓક્ટોબર 2020થી અમે Google Driveમાં ટ્રેશમાં રહેલી આઇટમ્સ માટે પોતાની પોલીસીમાં બદલાવ કરવા જઇ રહી છે. આ નવી પોલીસી બાદ જે પણ ફાઇલ્સ Google Drive ટ્રેશમાં હશે તે 30 દિવસ બાદ ઓટોમેટિકલી ડિલિટ થઇ જશે.
જાણો કેવી રીતે કામ કરશે Google Driveનું આ નવુ ફીચર
આ બદલાવ બાદ Google Driveની ટ્રેશ ફાઇલ્સ જીમેલ જેવી અન્ય ગૂગલ પ્રોડક્ટ્સની જેમ જ કામ કરશે. અત્યાર સુધી Google Drive ટ્રેશ ફાઇલ્સ સહિત અન્ય તમામ ફાઇલ્સ ત્યાં સુધી રાખતુ હતું, જ્યાં સુધી યુઝર તેને પોતે ડિલિટ ના કરે.

ઓટોમેટિક ટ્રેશિંગ ફીચર ભલે કેટલાક લોકો માટે પરેશાન કરનારુ હોઇ શકે છે. પરંતુ તેના ફાયદા પણ છે. કારણ કે Google દ્વારા ડીલીટ નહી કરવામાં આવેલ ટ્રેશ ફાઇલ્સને તમારા ડ્રાઇવ સ્ટોરેજનો હિસ્સો કાઉન્ટ કરે છે.