T-20 લીગની 29મી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ. ટીમ ધોની મેદાનમાં જીતને મેળાવવાના સંઘર્ષ સાથે ઉતરી હતી. ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાની રણનીતી અપનાવી હતી. ચેન્નાઈએ 20 ઓવરના અંતે છ વિકેટ ગુમાવીને 167 રનનો સ્કોર કર્યો હતો. જેના જવાબમાં હૈદરાબાદે મધ્યમ ક્રમમાં વિલીયમસનની મદદથી લડત આપ રમત દાખવી હતી. જો કે અંતિમ ઓવરોમાં ચેન્નાઈના બોલરોએ હૈદરાબાદ પર દબાણ યથાવત જાળવી રાખતા અંતે ચેન્નાઈને લાંબા સમય બાદ જીત મેળવવામાં સફળતા મળી હતી. હૈદરાબાદે રનનો પીછો કરતા 20 ઓવરમાં 147 રન આઠ વિકેટ ગુમાવીને સ્કોર કરતા 20 રને હાર થઈ હતી.

કેપ્ટન ડેવીડ વોર્નરે જ પોતાની વિકેટ 23 રનના સ્કોર પર જ ઝડપથી ગુમાવી દીધી હતી. તેણે માત્ર નવ રન 13 બોલ રમીને કર્યા હતા. ચાર કરીને મનીષ પાંડેની પણ વિકેટ રન આઉટમાં ગુમાવી હતી. જોની બેયરીસ્ટે 23 રનની રમત દાખવી હતી, કેન વિલયમસને ટીમ માટે મહત્વનો રોલ મધ્યમક્રમમાં નિભાવીને અડધીસદી ફટકારી, તેણે 39 બોલમાં 57 રન કર્યા હતા. પ્રિયમ ગર્ગે 16 અને વિજય શંકરે 12 રન કર્યા હતા. જો કે બાદમાં રાશિદ ખાને પીચ પર આવતા જ ચાર બોલમાં 13 રન કરીને સ્કોરને ટુંકો કરવા સ્વરુપ ઝડપથી રમત શરુ કરી હતી. જોકે તે સમયે ટીમ હૈદરાબાદ છ વિકેટ ગુમાવી ચુક્યુ હતુ. અંતમાં 146 રનના સ્કોર પર જ બે વિકેટ ગુમાવી દેતા હાર નિશ્વિત બની ગઈ હતી.

ચેન્નાઈની બોલીંગમાં આજે કેટલાક અંશે સુધારો જોવા મળ્યો હતો અને તેણે હૈદરાબાદ પર રનનું દબાણ વધાર્યુ હતુ. કર્ણ શર્માએ ચાર ઓવરમાં 37 રન ગુમાવીને બે વિકેટ ઝડપી હતી. ડ્વેન બ્રાવોએ ત્રણ ઓવરમાં 25 રન આપીને બે વિકેટ ઝડપી હતી. સેમ કરને ત્રણ ઓવરમાં 18 રન આપીને એક વિકેટ, રવિન્દ્રસિંહ જાડેજાએ ત્રણ ઓવરમાં 21 રન આપીને એક વિકેટ શાર્દુલ ઠાકુરે બે ઓવરમાં 10 રન આપીને એક વિકેટ ઝડપી હતી. આમ એક સારા પ્રદર્શને લઈને ચેન્નાઈને એક મહત્વની જીત મળી શકી હતી.

ચેન્નાઈની બેટીંગ લાઈન

પ્રથમ ઇનીંગ્સને રમવા માટે ક્રિઝ પર આવેલા ઓપનર ડુપ્લેસિસ  સંદીપ શર્માના બોલ પર કેચ વિકેટકિપરના હાથમાં ઝડપાઈને આઉટ થયો હતો. જ્યારે સેમ કુરનને બોલ્ડ કર્યો હતો. કુરને જોકે 21 બોલમાં 31 રનની ઝડપી પારી રમી હતી. શરુઆતમાંજ ઝડપથી રમવાના જ ચક્કરમાં તે ઝડપથી પેવેલીયન પહોંચ્યો હતો. શરુઆતી ભાગીદારી કરવામાં જ બંને અસફળ રહ્યા હતા અને ત્રીજી ઓવરમાં જ વિકેટ ગુમાવી દીધી હતી. અંબાતી રાયડુએ 41 રનની સારી રમત દાખવી હતી અને તે ખલીલ અહેમદના બોલ પર ડેવીડ વોર્નર ના હાથે કેચ થયો હતો. શેન વોટ્સન પણ 42 રન કરીને ટી નટરાજનના બોલ પર કેચ આઉટ થયો હતો. ટીમે પ્રથમ વિકેટ 10 રને બીજી વિકેટ 35 રને ગુમાવી હતી. જ્યારે ત્રીજી વિકેટ 116 રને ગુમાવી હતી. ધોની પણ 13 બોલમાં 21 રન કરીને નટરાજનનો શિકાર થયો હતો. ડ્વેન બ્રાવો શુન્ય રને જ બોલ્ડ થયો હતો.  જો કે ઓવર ખતમ થવાની નજીક આવવા છતાં વિકેટ હાથ પર રાખીને પણ ટીમ રક્ષણાત્મક રીતે રમતી જોવા મળી હતી. અંતિમ ઓવરો દરમ્યાન પણ જરુર કરતા ધીમી રમત ચેન્નાઈ માટે ખતરા રુપ ભાસી રહી હતી. જોકે અંતમાં રવિન્દ્ર જાડેજાએ 10 બોલમાં ઝડપી રમત રમીને 25 રન ત્રણ ચોગ્ગા અને એક છગ્ગા સાથે ઉમેરતા સ્કોર 167 રન પર પહોંચી શક્યો હતો.

હૈદરાબાદની બોલીંગ

હૈદરાબાદના કેપ્ટન વોર્નરે તેના મુખ્ય બોલરોની ગેરહાજરીમાં પણ યોગ્ય રીતે બોલીંગ આક્રમણ ગોઠવ્યુ હતુ. બોલરોએ ચેન્નાઈની શરુઆતી ઝડપને જ ધ્વસ્ત કરી દઈને રનને નિયંત્રીત કરી દીધા હતા. મધ્યમક્રમમાં રાયડુ અને વોટ્સને પણ બેટને ઉઠાવતા જ તેમને પણ નિયંત્રણમાં લઈને પેવેલીયન મોકલ્યા હતા. ધોની પણ આક્રમક રમત રમવા જતા જ તેને પણ ઝડપથી શિકાર કરી લઈ એક મર્યાદીત સ્કોર પર બાંધી લેવામાં બોલરો સફળ રહ્યા હતા. સંદિપ શર્માએ ચાર ઓવરમાં 19 રન આપીને બે વિકેટ ઝડપી હતી. ખલીલ અહમદે પણ બે વિકેટ ઝડપી હતી. નટરાજને મધ્યમક્રમ સામે બોલીંગ કરીને રન ગુમાવવા સાથે મહત્વની બે વિકેટ ઝડપી લીધી હતી. રાશિદ ખાને પણ પ્રભાવક બોલીંગ કરી હતી પણ વિકેટ તેને નસીબ થઇ શકી નહોતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here