યોગગુરુ બાબા રામદેવ (Baba Ramdev)  સોમવારે અહીં પોતાના એક આશ્રમમાં સંત મહાત્માને હાથી પર બેસીને યોગ શીખવાડતા હતા અને અચાનક ગબડી પડ્યા. જો કે રાહતની વાત એ રહી કે તેમને કોઈ ગંભીર ઈજા થઈ નથી. જેવા તેઓ પડ્યા કે સ્ફૂર્તિથી ઊભા થઈ ગયા અને સરળતાથી ચાલતા માડ્યા હતા.

મથુરા: યોગગુરુ બાબા રામદેવ (Baba Ramdev)  સોમવારે અહીં પોતાના એક આશ્રમમાં સંત મહાત્માને હાથી પર બેસીને યોગ શીખવાડતા હતા અને અચાનક ગબડી પડ્યા. જો કે રાહતની વાત એ રહી કે તેમને કોઈ ગંભીર ઈજા થઈ નથી. જેવા તેઓ પડ્યા કે સ્ફૂર્તિથી ઊભા થઈ ગયા અને સરળતાથી ચાલતા માડ્યા હતા.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે રામદેવ મથુરાના મહાવન કસ્બામાં કાર્ષ્ણિ ઉદાસીન આશ્રમમાં એક  હાથીની પીઠ પર બેસીને યોગાસન શીખવાડતા હતા અને અચાનક સંતુલન ગુમાવી બેઠા.

આ ઘટનાનો લગભગ 25 સેકન્ડનો વીડિયો વાયરલ થયો છે. તેમને કોઈ ગંભીર ઈજા ન થઈ તે મોટી રાહતની વાત છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here