ભાજપ અને કોંગ્રેસ માટે વિધાનસભાની પેટાચૂંટણી માટે લીંબડી બેઠકના ઉમેદવારના નામની જાહેરાતને લઇને અટકળો લગાવામાં આવી રહી હતી. ત્યારે હવે ભાજપ દ્વારા આ બેઠક પરથી પક્ષના જૂના જોગી કિરીટસિંહ રાણા પર મહોર લગાવી છે. ઉલ્લેખનીય છે કે આ બેઠકને લઇને જ્ઞાતિવાદનો મુદ્દો ઉછળ્યો હતો તેમ છતાં ભાજપ દ્વારા કિરીટસિંહના નામની જાહેરાત કરી છે.

  • લીંબડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી
  • લીંબડીમાંથી કિરીટસિંહ રાણા ભાજપના ઉમેદવાર
  • ભાજપે આઠમી વખત કિરીટસિંહ રાણાને આપી ટિકિટ

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં લીંબડી બેઠક પરથી ભાજપે ઉમેદવાર જાહેર કરી દીધા છે. ભાજપે લીંબડીમાંથી કિરીટસિંહ રાણાને ઉમેદવાર બનાવ્યા છે.

ભાજપે આઠમી વખત કિરીટસિંહ રાણાને ટિકિટ આપી છે. ત્યારે ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણાએ નિવેદન આપતા કહ્યું કે તમામ જ્ઞાતિના મતદારો ભાજપ તરફી છે. અને અમે જંગી બહુમતિથી જીતીશું.

ઉલ્લેખનીય છે કે આ બેઠક પરથી કિરીટસિંહ રાણાનું નામ જાહેર કરાતાં ભાજપમાં અને સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળશે. છેલ્લા ઘણા સમયથી ભાજપમાં કોળી સમાજના આગેવાનો આ બેઠક પર કોળી ઉમદવારની માગ કરી રહ્યા હોવાની ચર્ચાએ જોર પક્ડયું હતું. ત્યારે હવે કોંગ્રેસ દ્વારા જો કોળી સમાજના ઉમેદવારને ઉભો રાખશે તો આ વખતે લીંબડી બેઠક પર ફરી સૌની નજર રહેશે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here