કોરોના સંક્રમિત થયા બાદ દર્દીઓમાં અનેક અઠવાડિયા અને મહિનાઓ સુધી લક્ષણો નજરે પડે છે. વિશેષજ્ઞો માટે એ અંદાજો લગાવવો મુશ્કેલ છે કે દર્દી કેટલા સમય બાદ સંપૂર્ણ સ્વસ્થ હોવાનું અનુભવી શકે છે. જે દર્દીઓમાં સંક્રમણના સામાન્ય લક્ષણો હોય છે. તે જલ્દી બહાર આવી જાય છે. ત્યારે વૃદ્ધો અને ગંભીર રીતે સંક્રમિત દર્દીઓને સંપૂર્ણ સ્વસ્થ થવામાં 3થી 4 મહિના લાગી શકે છે..

  • સામાન્ય રીતે દર્દીઓ 2 અઠવાડિયાથી 6 અઠવાડિયમાં સ્વસ્થ થઈ જાય છે
  •  87 ટકા લોકો સંક્રમિત થયાના 2 મહિના બાદ થાક અને શ્વાસની સમસ્યા
  •  દર્દીમાં 4 મહિના બાદ લક્ષણો દેખાય હતા 

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું કહેવું છે કે સામાન્ય રીતે દર્દીઓ 2 અઠવાડિયાથી 6 અઠવાડિયમાં સ્વસ્થ થઈ જાય છે. અમેરિકાના એક અધ્યયન મુજબ સામાન્ય લક્ષણો વાળા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા નથી. તેમાંથી 20 ટકા એવા હતા જેમાં ચેપ થવાના ઓછામાં ઓછો 2 અઠવાડિયા બાદ લક્ષણો હતા.

ઈટલીમાં એક અભ્યાસ મુજબ હોસ્પિટલમાં ભરતી દર્દીઓમાંથી 87 ટકા લોકો સંક્રમિત થયાના 2 મહિના બાદ થાક અને શ્વાસની સમસ્યા સહિતના લક્ષણો જોવા મળ્યા હતા. શિકાગોમાં ફેંફસા સંબંધીત બિમારીઓના વિશેષજ્ઞ ડૉ. ખાલિલાહ ગેટ્સે કહ્યું કે તેમના દર્દીમાં 4 મહિના બાદ લક્ષણો દેખાય હતા. 

આ સ્થિતિમાં એ જણાવવું મુશ્કેલ છે કે અનેક દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ ક્યારે અનુભવી શકશે. ચેપી રોગના વિશેષજ્ઞ ડૉ. જય વાર્કેનું માનીએ તો તમે ભલે સાજા થઈ જાય પરંતુ જરુરી નથી કે સંપૂર્ણ સ્વસ્થ હોવ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here