શહેરના આનંદનગર વિસ્તારમાં અગાશીમાં સુતેલી સગીરાને પાડોશી યુવકે અડધી રાત્રે ઉઠાડી નીચે રૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે. ઉપરાંત, શહેરકોટડા અને પાલડીમાં પણ સગીરા સાથે અડપલાં કર્યાના ગુના સાથે એક જ દિવસમાં પોક્સો હેઠળ ત્રણ ગુના નોંધાયા છે.

સૌરાષ્ટ્રથી ધંધા અર્થે દસ દિવસ પહેલાં એક પરિવાર આનંદનગરની એક સોસાયટીમાં રહેવા આવ્યા હતો.પરિવાર રાત્રે મકાનની અગાશીમાં સુવા જતો હતો. પાડોશમાં રહેતા લોકો પણ અગાશીમાં સુતા હતા. આજે સવારે જાગ્યા બાદ ૧૨ વર્ષિય સગીરા જોવા મળી ન હતી. તપાસ કરતા આજુબાજુની અગાશીમાંથી પણ મળી નહોતી. તેથી પરિવારે નીચે જઈને તપાસ કરતા પગથિયામાંં મળી આવી હતી. તેની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે. પાડોશમાં રહેતો ૨૪ વર્ષિય યુવક રાત્રે તેને ઊંધમાંથી ઉઠાડીને નીચે રૂમમાં લઈ ગયો હતો. જ્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ સાંભળીને પરિવાર ચોંકી ઊઠયો હતો. પીડિતાના પિતાએ આરોપી વિરુદ્ધ પોક્સોની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની અટકાયત કરી છે.

શહેરકોટડા વિસ્તારમાં ૭ વર્ષની બાળકી સાથે પાડોશી ૨૫ વર્ષિય યુવકે  અડપલાં કર્યા હતાં. બાળકીએ માતાને પાડોશી યુવકની હરકત વિશે કહેતા માતાએ સમગ્ર ઘટના પરિવારને જણાવી હતી. આ અંગે પરિવારે પોલીસને જાણ કરતા પોલીસે બાળકીનું કાઉન્સેલિંગ કર્યું હતું. ૧૨ કલાકની જહેમત બાદ બાળકી સાથે બનેલી ઘટનાની વિગતો પોલીસને મળી હતી. પોલીસે પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી આરોપી શાહબાઝસિંગ ભદોરિયાની ધરપકડ કરી હતી.

પાલડીમાં એક એપાર્ટમેન્ટમાં ૭ વર્ષની બાળકી ઘર પાસે રમતી હતી. ત્યારે એપાર્ટમેન્ટમાં સફાઈકામ માટે આવતી મહિલા સફાઈકર્મીના ૧૭ વર્ષના પુત્રે માસૂમ બાળકીની એકલતાનો લાભ ઉઠાવ્યો હતો. કિશોરે બાળકીને એકાંતમાં લઈ જઈ તેની સાથે અડપલાં કર્યા હતાં.

કોડીનારમાં નાની-મામાની મદદથી રાજકીય અગ્રણીનું સગીરા પર દુષ્કર્મ

રાજુલાની સગીરા છેલ્લા કેટલાક સમયથી કોડીનાર નાનીને ત્યાં રહેતી હતી. બાળપણમા પિતાની છત્રછાયા ગુમાવી દેતા સગીરાની માતા વેરાવળ તરફ રહેવા ચાલી ગઈ હતી. ભોગ બનનાર સગીરાના મામા કોડીનારના રાજકીય અગ્રણી પ્રવિણસિંહ ઝાલાને ત્યાં નોકરી કરતા હોય મામા અને નાનીમાંની મદદથી તેમના કાજ ખાતેના ફાર્મહાઉસમા કામ અપાવવાના બહાને લઈ જઈ સગીરા ઉપર પ્રવિણસિંહે ત્રણેક વખત દૂષ્કર્મ ગુજાર્યાનું પોલીસ ફરિયાદમાં જણાવાયુ છે. જેમાં ભાડે રહેતા હતા તે મકાનમાલિકે પણ મદદ કરી છે.

વડનગરના સુલતાનપુરમાં બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ

વડનગર તાલુકાના સુલતાનપુર ગામે આઠ વર્ષની માસૂમ બાળકીને ગઈકાલે ગામના ઉફ્રાવાસ ખાતે રહેતો ઠાકોર હરીજી માધાજી આધેડે પડીકુ લઈ આપવાની લાલચે તેના ઘરથી થોડેક દૂર આવેલા ખેતરમાં લઇ જઇ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. જો કે બાળકીનો ભાઈ જોઈ જતા તે ભાગી છૂટયો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here