બોમ્બે હાઇકોર્ટે કેન્દ્ર સરકારને સવાલ કર્યો છે કે દેશમાં પ્રિન્ટ મીડિયા પર નિયંત્રણ રાખવા માટે પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની જેમ ઇલેક્ટ્રોનિક મીડિયામાં પ્રસારિત થતા કન્ટેન્ટ માટે કોઈ કાયદાકીય નિયંત્રણ કેમ નથી? ઇલેક્ટ્રોનિક મીડિયામાં ચાલી રહેલી મીડિયા ટ્રાયલ પર કોર્ટે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ દ્વારા આ સંદર્ભમાં ઘણા આદેશ જારી કરાયાં છે પરંતુ તેની કોઈને પરવા નથી. બોમ્બે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ દીપાન્કર દત્તા અને જસ્ટિસ ગિરીશ એસ કુલકર્ણીની ડિવિઝન બેન્ચે કેન્દ્ર સરકારને આકરા સવાલ પૂછતાં જણાવ્યું હતું કે, શું બ્રોડકાસ્ટર્સ માટે કોઈ કાયદાકીય વ્યવસ્થા છે? પ્રિન્ટ મીડિયા માટે પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા છે તો તેવી જ વ્યવસ્થા ઇલેક્ટ્રોનિક મીડિયા માટે કેમ નથી? શા માટે ઇલેક્ટ્રોનિક મીડિયાને છૂટો દોર અપાયો છે?

પડતર કેસો પર મીડિયાની મુક્ત ટિપ્પણીઓ અદાલતની અવમાનના : સુપ્રીમમાં એટર્ની જનરલ

સુપ્રીમ કોર્ટમાં એટર્ની જનરલ કે કે વેણુગોપાલે જણાવ્યું હતું કે, પડતર કેસોના મામલામાં જજ અને ચુકાદા પર પ્રભાવ પાડવાનો પ્રયાસ અદાલતની અવમાનના છે. વેણુગોપાલે જણાવ્યું હતું કે, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા કેસના ચુકાદા પર પ્રભાવ ઊભો કરવા પડતર કેસો પર મુક્તપણે ટિપ્પણી કરી રહ્યાં છે. જે અદાલતની અવમાનના છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here