યૂપીના ગોંડામાં 3 દલિત બહેનો પર એસિડ ફેંકવાની ખતરનાક ઘટના સામે આવી છે. ઘટના દરમિયાન ત્રણેય બહેનો રાતે ઘરમાં સૂતી હતી. ત્રણેય સગીર છોકરીઓ છે. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી મોડી રાતે એન્કાઉન્ટરમાં એક આરોપીની ધરપકડ કરી લીધી છે.

  • ઘટનાનું રણ જાણી શકાયું નથી
  •  આરોપી આશિષ ઘાયલ થયો અને પકડાઈ ગયો હતો
  • આરોપીએ પોલીસ પર ફાયરિંગ કરી દીધું

ગોડાના પસરા ગામમાં રહેનારા પરિવારની દીકરીઓ સાથે આ ઘટના બની હતી. ત્રણેય પર કેમિકલથી અટેક કરવામાં આવ્યો હતો. તેની તપાસ માટે ફોરેન્સિકન ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી. 2 સગીરાઓ સામાન્ય ઘાયલ છે જ્યારે 1નો ચહેરો દાઝી ગયો છે. જોકે આમ કરવાનું કારણ જાણી શકાયું નથી. 

ઉચ્ચ પોલીસ અધિકારી મહેન્દ્ર કુમારે જણાવ્યું કે એસિડ કાંડના ઓરોપી આશીષ મંગળવારે મોડી સાંજે એક એન્કાઉન્ટર દરમિયાન ઝડપાઈ ગયો છે. પોલીસ ઘટના બાદ આરોપીને શોધી રહી હતી. આ દરમિયાન આશિષ બાઈક પર કરનેલગંજ હુજુરપુર રોડ તરફ જઈ રહ્યો હોવાની માહિતી સામે આવી હતી. પોલીસે તેનો પીછો કર્યો તેને રોકાવા કહેવામાં આવ્યું. પરંતુ તેણે ફાયરિંગ કરી દીધું. પોલીસે કાઉન્ટર ફાયરિંગ કર્યુ. જેમાં આરોપી આશિષ ઘાયલ થયો અને પકડાઈ ગયો હતો. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here