ગુજરાતમાં એક તરફ પેટાચૂંટણીને લઇને રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવા જઇ રહી છે ત્યારે પ્રદેશમાં જોડતોડની રાજનીતિ જોવા મળી રહી છે. ત્યારે સંઘપ્રદેશમાં કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. જેમાં ઓબીસી પ્રમુખ હરિશ પટેલ અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટાયેલા જિગીષાબેન પટેલ બાજપમાં જોડાયાં છે.

  • દાદરાનગર હવેલી અને દમણમાં રાજકીય માહોલ ગરમાયો
  • કોંગ્રેસ OBC પ્રમુખ હરીશ પટેલ રાજીનામું આપી ભાજપમાં જોડાયા
  • દાદરાનગર હવેલી જિલ્લા પંચાયતમાં પણ ભાજપે મારી સેંધ

સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણમાં પણ અત્યારે ચૂંટણીની મોસમ ચાલી રહી છે. સંઘપ્રદેશમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જિલ્લા પંચાયત અને નગરપાલિકાની સાથે ગ્રામ પંચાયતની પણ ચૂંટણીઓ યોજાઈ રહી છે. જેને કારણે પ્રદેશ નો  રાજકીય માહોલ ગરમાયો છે.
 

સંઘ પ્રદેશમાં જોડ-તોડ ની રાજનીતિ પણ જોરશોરથી ચાલી રહી છે. સંઘપ્રદેશ દમણ-દીવ કોંગ્રેસના ઓબીસીના પ્રમુખ હરિશ પટેલ અને દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના કોંગ્રેસની ટિકિટ પર ચૂંટાયેલા સભ્ય જિગીષા બેન પટેલ પોતાના પદ પરથી રાજીનામું આપી અને ભાજપમાં જોડાયા છે.
 

સેલવાસમાં પ્રદેશ ભાજપના કાર્યાલય એવા અટલ ભવનમાં યોજાયેલા એક કાર્યક્રમમાં આતમ બંને અગ્રણીઓ તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા. આમ દમણ-દીવ કોંગ્રેસના ઓબીસીના પ્રમુખ હરિશ પટેલએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને કોંગ્રેસનો હાથ છોડ્યો છે.

જ્યારે દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના સભ્ય જિગીષા પટેલ એમ આ બંને અગ્રણીઓએ તેમના 200થી વધુ સમર્થકો સાથે કેસરિયા છાવણીમાં બેસી અને કેસરીયો ખેસ ધારણ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here