કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર જલ્દી વધુ એક રાહત પેકેજની જાહેરાત કરી શકે છે. સરકારે વધુ એક રાહત પેકેજનો વિકલ્પ ચાલુ રાખ્યો છે. જોકે આની જાહેરાત ક્યારે થશે અને એમાં શું હશે તે અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. ઉલ્લેખનીય છે કે નિર્મલા સીતારમણે સોમવારે 4 મોટી જાહેરાતો કરી છે. તેમનું કહેવું છે કે આનાથી અર્થવ્યવસ્થાને ફાયદો થશે અને વ્યવસાય ચાલુ કરવા બજારમા માંગ વધશે.

  • કોરોનાના કારણે રોકાણ પ્રક્રિયા ભલે ધીમી થઈ ગઈ હોય પરંતુ 
  • કોરોનાના કારણે રોકાશે નહીં
  • વોડાફોન મામલામાં અપીલના તમામ વિકલ્પ પર વિચાર થશે

રાહત પેકેજની તૈયારી

નાણા મંત્રાલયના વરિષ્ઠ સૂત્રોએ 13 ઓક્ટોબરે વધુ એક રાહત પેકેજના સંકેત આપ્યા છે. ત્યારે સૂત્રોના જણાવ્યાનુંસાર કોરોનાના કારણે રોકાણ પ્રક્રિયા ભલે ધીમી થઈ ગઈ હોય પરંતુ આ રોકાશે નહીં. કંપનીઓમાં રોકાણ પ્રક્રિયાને ફરી તેજ કરી  દેવામાં આવી છે. સૂત્રોના જણાવ્યાનુંસાર વોડાફોન મામલામાં અપીલના તમામ વિકલ્પ પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

આ અઠવાડિયે સરકાર આ 4 મોટા એલાન કર્યા છે.

જેમાં કન્જ્યૂમર ડિમાન્ડ વઘારવા માટે 68 હજાર કરોડનું પેકજ આપ્યું છે . જેમાં કેન્દ્રના કર્મચારીઓને 10 હજારની વન ટાઈમ સ્પેશિય ફેસ્ટિવલ લોન આપવામાં આવશે. એલટીસી કેશ વાઉચર સ્કીમ હેઠળ 12 ટકા કે તેથી વધારે મોંઘા સામાનની ખરીદી અને ટેક્સની છુટ આપવામા આવી છે.

તેમજ રાજ્ય સરકારોને 50 વર્ષ માટે વ્યાજ લોન આપવામાં આવશે. રાજ્ય સરકારોને આવનારા 50 વર્ષ માટે 12 હજાર કરોડ રુપિયાનું વ્યાજ ફ્રી લોન મળશે, પૂર્વના 8 રાજ્યોમાં દરેકને 200 કરોડ મળશે. ઉત્તરાખંડ અને હિમાચલને 450 કરોડ મળશે. જ્યારે આત્મનિર્ભર પેકેજમાં જણાવેલા 4માં 3 સુધારો લાવનારા 2 હજાર કરોડ વધારે આપવામાં આવશે.


કેન્દ્ર સરકારના કૈપેક્સ બજેટમાં 25 હજાર કરોડ રુપિયામાં વધારો કર્યો છે. કેન્દ્ર સરકારે 4.13 લાખ કરોડ રુપિયાના કેપિટલ એક્સપેન્ડીચર બજેટમાં 25 હજાર કરોડ રુપિયાનો વધારો કર્યો છે. જેનાથી ડોમેસ્ટિક મન્યૂફેક્ચરિંગને પ્રોત્સાહન મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here