બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન સોશ્યલ મિડીયા પર એક્ટિવ રહે છે. હાલમાં જ તેમણે દિકરા તૈમુર અલી ખાનની એક ક્યુટ તસવીર શેર કરી છે. ફોટોમાં તૈમુરે કાળા રંગનુ જીન્સ અને વ્હાઇટ ટી શર્ટ પહેર્યુ છે. ક્રિકેટ પ્રેક્ટિસ કરી રહેલા તૈમુર પીચ પર છે અને હાથમાં બેટ છે.

  • તૈમુર અલી ખાનનો ક્યુટેસ્ટ ફોટો
  • મોમ કરિનાએ શૅર કરી તૈમુરની તસવીર
  • દાદાની જેમ ક્રિકેટ રમી રહ્યો છે તૈમુર

કરીનાએ આ તસવીર પટૌડી પેલેસ ગુરુગ્રામથી શેર કરી છે. કરીનાએ તસવીર શેર કરતા કેપ્શન લખ્યું કે, આઅપીએલમાં કોઇ જગ્યા છે? કરીના લાલ સિંહ ચઢ્ઢાની શૂટિંગ માટે દિલ્હી આવેલી છે. તસવીરને જોઇને એવુ લાગી રહ્યું છે કે તૈમુર પણ દાદા મનસુર અલી ખાન પટૌડીના રસ્તે ચાલી નીકળ્યા છે. 

તૈમુરની આ તસવીર પર કરીનાની બેસ્ટ ફ્રેન્ડ અમૃતા અરોરાએ હાર્ટ ઇમોજી કમેન્ટ કર્યુ છે. તમને જણાવી દઇએ કે કરીના અને સૈફ બીજી વાર માતા પિતા બનવાના છે. બેબો ફિલ્મ સેટ પર ઘણી સાવધાન રહે છે. સૂત્રો અનુસાર કરીનાના બેબી બંપને વીએફએક્સની મદદથી છૂપાવવામાં આવશે. આ ફિલ્મમાં કરીનાની સાથે લીડ રોલમાં આમિર ખાન છે. 

લાલ સિંહ ચઢ્ઢા બાદ કરિના કરન જૌહરની ફિલ્મ તખ્તનું શૂટિંગ શરૂ થશે. જેમાં તેની સાથે રણબીર કપૂર, રણવીર સિંહ, ભૂમિ પેડનેકર અને આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં હશે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here