નવી સિવિલ હોસ્પિટલમાં કેસ બારીના કેબીનમાંથી ઝેરી રસેલ સાપ મળી આપતા નાસભાગ મચી હતી. કેબીનમાં સાપ જોઇને કર્મચારીઓ ગભરાઇ ગયા હતાં. સિક્યુરીર્ટી ગાર્ડે સાપને પ્લાસ્ટીકની કોથળીમાં પુરી દેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
સુરત સિવિલ હોસ્પિટલમાં કેસ બારીની કેબિનમાં ઝેરી સાપ નીકળ્યો હતો. કેબીનમાં ઝેરી સાપ દેખાતા કર્મચારીઓમાં ભાગદોડ મચી ગઇ હતી. તેણે બુમાબુમ કરતા સિક્યુરિટી ગાર્ડ કેબનીમાં દોડી આવ્યા હતા. સિનિયર સીટીઝન અને હોસ્પિટલના કર્મચારીઓ માટે બનાવવામાં આવેલી દાખલ કેસ બારીના કેબિનમાંથી સાપને ગાર્ડે પકડીને થેલીમાં પુરી દીધો હતો.

ત્યારબાદ આ સાપને હોસ્પિટલના ખુલ્લા ગ્રાઉન્ડમાં છોડી દેવાયો હતો. કર્મચારીઓએ જણાવ્યું હતું કે, સાપની પ્રજાતી વિશે તો જાણી શક્યા ન હતા. પણ લગભગ ઝેરી હોય એમ લાગી રહ્યું હતું. સિવિલ હોસ્પિટલમાંથી પકડાયેલા સાપ રસેલ વાઈપર હોવાનું સામે આવ્યું હતુ.
રસેલ વાઈપર એક ઝેરી સાપ છે. ભારતમાં જોવા મળતા ઝેરી સાપોમાં રસેલ વાઈપર કોબ્રા પછી બીજા નંબરે આવે છે. રસેલ વાઈપર માનવ સમુદાયના સૌથી નજીક રહેતો સાપ છે.