Yahooએ તેની વેબસાઇટ પર એક સંદેશ જારી કરીને જણાવ્યું છે કે, તે છેલ્લા ઘણા સમયથી તેનાં ઉપયોગમાં સતત ઘટાડાનો અનુભવી કરી રહ્યું છે, જેના કારણે તેણે 15 ડિસેમ્બરથી Yahoo Groupsને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. વર્ષ 2017માં યાહૂને ખરીદનારી વેરીઝોને મંગળવારે આ નિર્ણયની જાહેરાત કરી હતી. યાહૂ વેબ પર તેના સમયની સૌથી મોટી સંદેશ બોર્ડ સિસ્ટમ રહી છે, જે હવે આ વર્ષના અંતમાં તેની યાત્રા સમાપ્ત કરવા જઈ રહ્યુ છે.

કંપનીએ આપ્યો સંદેશ
Yahoo ગૃપ્સ છેલ્લા ઘણા સમયથી વપરાશમાં સતત ઘટાડાનો સામનો કરી રહ્યુ છે. અમે એ પણ જોયું છે કે, યુઝર વધુ વિશ્વાસપાત્ર કન્ટેન્ટ ઇચ્છતા હતા. જોકે, આવા નિર્ણયો લેવા ક્યારેય સરળ નથી હોત, પરંતુ ક્યારેક-ક્યારેક તે પ્રોડક્ટ વિશે સખત નિર્ણયો લેવા જોઈએ જે અમારી લોન્ગ ટાઈમ સ્ટ્રેટેજી માટે સારા છે. હવે અમે ધંધાના અન્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરીશું.

મેલ સેન્ડ અને રિસીવ કરવાનું થશે બંધ
કંપનીએ કહ્યું કે, તમારા દ્વારા મોકલવામાં આવેલા અને મેળવવામાં આવેલા ઇમેલ તમારા ઇમેલમાં રહેશે પરંતુ 12 ઓક્ટોબરથી નવા ગ્રુપ નહી બનાવી શકાય અને 15 ડિસેમ્બર બાદ લોકો યાહૂ ગ્રુપ્સ દ્વારા મેલ મોકલી કે મેળવી નહી શકાય. વેબસાઇટ પણ ઉપલબ્ધ નહી રહે. જો કે યાહૂ મેલ પહેલાની જેમ કામ કરતુ રહેશે.

2001થી શરૂ થઇ હતી સર્વિસ
આશરે 19 વર્ષ પહેલા યાહૂ ગ્રુપ્સની સર્વિસ 2001માં શરૂ કરવામાં આવી હતી અને તે રેડિટ, ગૂગલ ગ્રુપ્સ અને ફેસબુક ગ્રુપ્સ સરખામણીએ મજબૂતાઇથી ટકી ના શકી. અમેરિકન વાયરલેસ સંચાર સેવા પ્રદાતા વેરિઝોને 2017માં યાહૂના ઇન્ટરનેટ બિઝનેસને 4.8 બિલિયન ડોલરમાં ખરીદ્યો હતો.