અમદાવાદના ચાંગોદર પાસે આવેલી ફેકટરીમાં લાગેલી ભીષણ આગ કાબૂમા આવી છે. બ્રિજ ઇન્ડસ્ટ્રમા આવેલી કેમિકલ ફેકટરીમાં એકાએક ભીષણ આગ ફાટી નિકળતા થોડીવાર માટે દોડધામ મચી હતી.. ઘટના અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરની આઠ જેટલી ગાડી ઘટના સ્થળે પહોંચી હતી.

ફાયરની આઠ જેટલી ગાડી ઘટના સ્થળે પહોંચી

કેમિકલ ફેકટરીમાં આગ હોવાના કારણે ફાયર વિભાગ દ્વારા અસલાલી, પ્રહલાદનગર, બોડકદેવ સહિતના ફાયર સ્ટેશનની 8 જેટલી ગાડી ઘટના સ્થળ પર મોકલાઈ હતી. ફાયર વિભાગના 40 થી વધારે માણસો દ્વારા સતત પાણીનો મારો ચલાવતા અંદાજે 1 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. એ બાદ તપાસ કરતા માલુમ પડ્યું હતું કે સૉર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here