ટીવી ઇન્ડસ્ટ્રીનો સૌથી પોપ્યુલર શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલનું પાત્ર ભજવનાર દિલીપ જોષી કોઇ ઓળખાણના મોહતાજ નથી. દિલીપને ઘણા લોકો તો જેઠાલાલ તરીકે જ ઓળખે છે.

  • દિલીપ જોષી એક સમયે હતા બેકાર 
  • દિલીપની પત્નીનું નામ જયમાલા છે
  • સલમાન સાથે કામ કરવા છતા હતા બેકાર 

તમને જણાવી દઇએ કે, જેઠાલાલે માત્ર 12 વર્ષની ઉંમરથી જ એક્ટિંગ ક્ષેત્રે પદાર્પણ કર્યું હતું. તેમનો જન્મ ગુજરાતના પોરબંદરમાં થયો હતો. દિલીપે તેમની લાઇફમાં ખૂબ સ્ટ્રગલ કર્યુ છે. એક સમય એવો પણ હતો કે દિલીપને 1.5 વર્ષ માટે ઘરે બેસવુ પડ્યું હતુ.

દિલીપે ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે અને તેમણે કરિયરની શરૂઆત સલમાન ખાનની ફિલ્મ મેને પ્યાર કિયાથી કરી હતી. આ ફિલ્મમાં દિલીપે રસોઇયાની ભૂમિકા ભજવી હતી. ભોલા ભૈયાના અવતારમાં દિલીપને ખુબ પસંદ કરવામાં આવ્યો હતો. 

તમને જણાવી દઇએ કે 2006માં તેમનો એક્ટિંગ ગ્રાફ ઘણો જ નીચે પડી ગયો હતો બાદમાં તેમને તારક મહેતા ઑફર થઇ. અસિત મોદીએ પોતાના શૉ માટે દિલીપને જેઠાનો રોલ આપ્યો અને આ રોલ એટલો પોપ્યુલર થયો કે દિલીપે ક્યારેય પાછુ વળીને જોવુ નથી પડ્યું. જેઠાના કેરેક્ટરે એટલી ધૂમ મચાવી કે દીલિપને 10 વર્ષ સુધી બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો. 

શૉના મુખ્ય પાત્ર જેઠાલાલ એટલે કે દિલીપ જોશી એક એપિસોડના 1.5 લાખ રૂપિયા લે છે. મિડીયા રિપોર્ટ પ્રમાણે તેમની ટોટલ સંપત્તિ 37 કરોડ રૂપિયા છે. 

શૉમાં જેઠાલાલનું પાત્ર ભજવનાર દિલીપ જોષી ખૂબ ફેમસ છે. ફેન્સને તારક મહેતામાં જેઠાલાલ ન હોય તે પોસાતુ નથી. દિલીપ જોષીની પત્નીનું નામ જયમાલા જોષી છે અને તેમને બે બાળકો છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here