ગત સત્રમાં ઝડપથી ઘટાડો નોંધાયા બાદ આજે ભારતમાં સોનાની કિંમતમાં ફરી વધારો નોંધાયો છે. ચાંદીમાં પણ તેજી નોંધાયી છે. એમસીએક્સ પર ડિસેમ્બર સોના વાયદો 0.19 ટકા વધીને 50 343 રુપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. જ્યારે ચાંદી વાયદામાં 0.3 ટકા વધારા સાથે 60,738 રુપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે. ગત સત્રમાં સોનાના ભાવ 850 રુપિયા પ્રતિ 10 ગ્રામ નીચે હતુ. જ્યારે ચાંદી 26,00 રુપિયા પ્રતિ કિલોગ્રામ સસ્તુ થયું હતુ.

  • સોના વાયદો 0.19 ટકા વધીને 50 343 રુપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે
  • ચાંદી વાયદામાં 0.3 ટકા વધારો
  • સોનાનો વાયદો  60,738 રુપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયો છે

વૈશ્વિક બજારોમાં આજે સોનાની કિંમતમાં થોડો ફેરફાર થયો છે. ગત સત્રમાં 1.6 ટકા ઘટાડા બાદ આજે હાજર રહેલા સોનું 1,892.80 ડૉલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહ્યું હતુ. મંગળવારે 3 અઠવાડીયાની નીચેના સ્તર પર આવ્યા બાદ ડૉલર ઈન્ડેક્સ સ્થિર રહ્યો. અન્ય કિંમતી ધાતુઓમાં ચાંદી 0.2 ટકા વધીને 24.22 ડૉલર પ્રતિ ઓંસ થઈ ગઈ છે. જ્યારે  પ્લેટિનમ 0.5 ટકા વધીને 869.05 ડૉલર રહ્યું.

આવતા મહિનાની ચૂંટણી પહેલા અમેરિકન રાજકોષીય પ્રોત્સાહનની શક્યતા ઓછી થઈ ગઈ છે. વ્હાઈટ હાઉસ સ્પીકર નેન્સી પેલોસીએ 18 ખરબ ડોલરના પ્રસ્તાવને એમ કહી ફગાવી દીધો કે આ મહામારી અને મંદીના હિસાબે બહું ઓછો છે.


ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)એ ગોલ્ડ બોન્ડનું નિર્ગમ મૂલ્ય 5,051 રુપિયા પ્રતિ ગ્રામ નક્કી કર્યુ છે. સોવરેન ગોલ્ડ બોન્ડ યોજના 2020-21ની શ્રૃંખલા સાત અભિદાન માટે 12 ઓક્ટોબરથી 16 ઓક્ટોબર માટે ખુલી રહેશ. આરબીઆઈના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બોન્ડનું મૂલ્ય અભિદાન અવધિથી પાછલા અઠવાડિયાના છેલ્લા 3 કારોબારી દિવસોમાં 999 શુદ્ધતા વાળું સોનું અંદાજીત બંધ ભાવના આધાર પર 5,051 રુપિયા પ્રતિ ગામ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here