આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે નાગોરનો-કારાબાખ વિસ્તારને લઈને શરૂ થયેલ યુદ્ધમાં લાહો લોકો બેઘર થઇ ગયા છે. ઘણા લોકો પોતાના ઘર છોડીને આર્મેનિયાની રાજધાની યેરવન પહોંચી ગયા છે. આર્મેનિયા તો આ બેઘર થયેલ લોકોની મદદ કરી રહ્યું છે પરંતુ સાથે સાથે હી લગભગ વર્ષથી રહી રહેલ એક ભારતીય પરિવાર પણ તેમની મદદ માટે આગળ આવ્યો છે.

પંજાબના માલેરકોટલાથી આર્મેનિયા જઈ સ્થાયી થયેલ 47 વર્ષીય પરવેઝ અલી ખાન છેલ્લા 6 વર્ષથી અહીં ઇન્ડિયન મહક નામથી એક રેસ્ટોરન્ટ ચલાવી રહ્યા છે. તેઓ યેરવનમાં પોતાની પત્ની અને 2 દીકરીઓ સાથે રહે છે. તેમની બંને દીકરીઓ અભ્યાસ કરી રહી છે.

જયારે પરવેઝએ આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે યુદ્ધ શરૂ થયાના સમાચાર સાંભળ્યા તેમને આ યુદ્ધના લીધે અસરગ્રસ્ત થયેલ લોકોને મદાર કરવાનો નીર્ધાર કરી લીધો. એક મીડિયા હાઉસ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે જયારે યુદ્ધ શરૂ થયું તો આખો દેશ એક થઇ ગયો. દરેકે દરેક વ્યક્તિ ભોજન, દવાઓ, અને અન્ય સાધનસામગ્રી આપવા માટે આગળ આવી રહ્યા છે. અમે પણ કપડાં વહેંચ્યા છે. પરંતુ જોયું કે યુદ્ધથી પ્રભાવિત લોકોને ખાદ્ય સામગ્રી નહિ પરંતુ રાંધેરા ભોજનની જરૂર છે. ત્યારે જ વિચાર આવ્યો કે તેમને તૈયાર જમવાનું આપશે..

રેસ્ટોરન્ટ હોવાને કારણે આ કરવું સરળ ભલે લાગે પરંતુ કોરોનાને કારણે તમામ સ્ટાફ ભારત મોકલી દેવામાં આવ્યો છે. તેમ છતાં આ પંજાબી પરિવારે ખુલ્લા દિલથી લોકોની મદદ કરી છે.

પરવેઝ જણાવ્યું કે આ સમયે ભારતીય સટાફ ઘણો ઓછો છે. કોરોના મહામારીને કારણે ઘણા લોકો ભારત પરત ચાલ્યા ગયા છે. યુદ્ધથી પ્રભાવિત તમામ લોકો ખાવાનું લેવા માટે આવી રહ્યા છે. જોકે, ઓછો સ્ટાફ હોવાને કારણે શરૂઆતમાં ઘણી તકલીફ પડી.

પરવેઝ જણાવ્યું કે ત્યારબાદ અમે સ્વંસેવકોની મદદ માંગી. તો પ્રત્યેક આર્મેનિયન નાગરિક મદદ કરવા માટે તૈયાર હતો, આ બધું ઘણું ભાવુક હતું. અમારા રસોડામાં 50 જેટલા વોલન્ટિયર્સ કામે લાગ્યા છે જે ફૂડ ડિલિવરીમાં મદદ કરી રહ્યા છે. અનેક આર્મેનિયન અમારી સાથે જોડાયા છે.

પચાસ વોલન્ટિયર્સ સાથે ખાન પરિવાર સમગ્ર યેરવનમાં લોકોને જમવાનું પૂરું પાડી રહ્યું છે. તેમનું રસોડું સવારે ખુલી જાય છે અને લોકો જમવાનું બનાવવાનું શરૂ કરે છે. ત્યારબાદ અનેક સંગઠન ફૂડ ડિલિવરીમાં મદદ કરે છે.