કર્ણાટકના તુમકુરૂ જિલ્લાની કોર્ટના આદેશ પર પોલીસે સોમવારે કંગના વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. કંગના રનૌતે એક ટ્વીટ કરીને કૃષિ બિલ પર ખેડૂતોના વિરોધ પ્રદર્શન પર નિશાન સાધ્યુ હતું.

કર્ણાટક: બૉલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત વિરુદ્દ કર્ણાટક પોલીસે એક કેસ દાખલ કર્યો છે. કર્ણાટકના તુમકુરૂ જિલ્લાની કોર્ટના આદેશ પર પોલીસે સોમવારે કંગના વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. ઉલ્લેખનીય છે કે, કંગના રનૌતે એક ટ્વીટ કરીને કૃષિ બિલ પર ખેડૂતોના વિરોધ પ્રદર્શન પર નિશાન સાધ્યુ હતું.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, કંગના વિરુદ્ધ આઈપીસીની ધારા 108, 153એ, 504 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તુમકુરૂના પ્રથમ શ્રેણીના ન્યાયિક મેજિસ્ટ્રેટની કોર્ટે વકીલ રમેશ નાઈક દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ પર ક્યાથાસંદરા પોલીસ સ્ટેશનના નિરીક્ષખને કંગના રનૌત સામે પ્રાથમિક ફરિયાદ નોંધવા આદેશ કર્યો હતો.

આ ટ્વિટને રીટ્વિટ કરતા કંગના રનૌતે કહ્યું હતું, ‘પ્રધાનમંત્રી જી, કોઈ સુઈ રહ્યું હોય તેને જગાવી શકાય છે, જેને ગેરસમજ હોય તેને સમજાવી શકાય પરંતુ તે સુવાનું નાટક કરે, ન સમજવાનું નાટક કરે તેને તમારા સમજાવવાથી શુ ફર્ક પડશે? આ એજ આતંકી છે. સીએએથી એક પણ વ્યક્તિની નાગરિક્તા નથી ગઈ પરંતુ એમણે લોહીની નદીઓ વહેતી કરી દિધી છે.’

વકીલ એલ રમેશ નાયકે કંગના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદમાં તેમણે કહ્યું હતું કે, 21 સપ્ટેમ્બરે કંગનાએ પોતાના ટ્વિટર એકાઉન્ટથી ખેડૂતોનું અપમાન કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here