સુભાષિની અને લોજપા નેતા કાલી પાંડેએ કૉંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેડા, દેવેન્દ્ર યાદવ અને અજય કપૂરની હાજરીમાં પાર્ટીની સદસ્યતા લીધી.

નવી દિલ્હી: લોકતાંત્રિક જનતા દળના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ યાદવના પુત્રી સુભાષિની બુધવારે કૉંગ્રેસમાં જોડાઈ ગયા છે. તેમની સાથે લોજપાના વરિષ્ઠ નેતા કાલી પાંડે પણ કૉંગ્રેસમાં જોડાઈ ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે, સુભાષિની બિહાર વિધાનસભા ચૂંટણીમાં ચૂંટણી લડી શકે છે. સુભાષિની અને કાલી પાંડેએ કૉંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેડા, દેવેન્દ્ર યાદવ અને અજય કપૂરની હાજરીમાં પાર્ટીની સદસ્યતા લીધી હતી.
શરદ યાદવની ત્રીસ વર્ષીય પુત્રી સુભાષિની પાસે એમબીએની ડિગ્રી છે. અને તે મધેપુરાની બિહારીગંજ સીટ પરથી ચૂંટણી લડી શકે છે. શરદ યાદવ મધેપુરા સીટ પરથી લોકસભા ચૂંટણી લડ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, શરદ યાદવ પોતાની પાર્ટીની રચના પહેલા જદ(યૂ)માં હતા અને તેઓએ પાર્ટીના અધ્યક્ષ રહેવાની સાથે અનેક વર્ષ સુધી એનડીએના સંયોજકની ભૂમિકા ભજવી હતી. 2017માં પાર્ટી વિરોધી પ્રવૃતિઓના કારણે શરદ યાદવને કાઢી મુકવામાં આવ્યા હતા. તેના બાદ તેમણે લોકતાંત્રિક જનતા દળ પાર્ટીનું રચના કરી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here