ટાટા સમૂહની કંપની તનિષ્કની એક જાહેરાત બાદ ઘણો વિવાદ થઈ રહ્યો છે, સોશ્યલ મીડિયાનો ગુસ્સો હવે સ્ટોર પર ઉતરી રહ્યો હોય તેવી ઘટના વિશે ખૂબ અફવા ફેલાઈ હતી જોકે હવે શોરૂમ માલિકે સ્પષ્ટતા કરી છે.

  • ગાંધીધામમાં તનિષ્કના સ્ટોર હુમલાની ચર્ચા 
  • સ્ટોરની બહાર માફીપત્ર લગાવવા કરાયું દબાણ હોવાની અફવા 
  • શો રૂમમાં નથી થઈ કોઈ જાતની તોડફોડ: માલિક

નેશનલ ટીવી ચેનલોમાં ચાલતા સમાચારમાં જોવા મળી વિસંગતતા

તનિષ્કના વિજ્ઞાપનના કારણે સોશ્યલ મીડિયામાં થઇ રહેલા હંગામાના કારણે હુમલા થઇ હોવાની ઘટના વિશે સોશ્યલ મીડિયા અને કેટલાક નેશનલ મીડિયા અહેવાલોમાં ચર્ચા હતી. દાવો કરવામાં આવ્યો હતો કે ગાંધીધામમાં આવેલ તનિષ્કના શો રૂપ હુમલો કરાયો અને દરવાજા પર વિજ્ઞાપન માટે માફીપત્ર લગાવવા દબાણ કરવામાં આવ્યું. જોકે આ સમગ્ર ઘટના એક અફવા હોવાનું સામે આવ્યું છે. શોરૂમના માલિકે તેમાં સ્પષ્ટતા કરી છે કે શોરૂમમાં કોઈ જ જાતની તોડફોડ થઇ નથી અને આ સમગ્ર ઘટના એક અફવા છે.  

શું છે સત્ય ? 

ગાંધીધામ તનિષ્ક શો રૂમમાં હુમલાની અફવા છે જોકે તનિષ્ક ગાંધીધામ શો રૂમ પર માફીનામું લગાવાયું છે.  કેટલાક સંગઠનોએ ગુજરાતીમાં માફીનામું લગાવવા માગ કરી હતી. ત્યારબાદ ધમકી ભર્યા કોલ પણ મળ્યા હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે શો રૂમ પર સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો છે.  

શું છે વિવાદ ? 

ટાટા સમૂહની પ્રખ્યાત જ્વેલરી બ્રાન્ડ તનિષ્ક દ્વારા વિજ્ઞાપન હટાવી દેવામાં આવી છે જેના પર સોશ્યલ મીડિયામાં ખૂબ હંગામો કરવામાં આવી રહ્યો છે. આ વિજ્ઞાપનના કારણે સોશ્યલ મીડિયામાં ખાસ કરીને ટ્વિટરમાં #BoycottTanishq ટ્રેન્ડ કરી રહ્યું છે. સોશ્યલ મીડિયામાં લોકોનો બળાપો જોયા બાદ હવે હવે કંપનીએ વિજ્ઞાપનને હટાવી દીધું છે. 

હિંદુ મહિલાના મુસ્લિમ પરિવારમાં લગ્ન દર્શાવવામાં આવ્યા છે  

નોંધનીય છે કે હાલમાં જ કંપનીએ આ વિજ્ઞાપન બહાર પાડ્યું હતું જેમાં બે અલગ અલગ ધર્મના વ્યક્તિ વચ્ચે વિવાહ દર્શાવવામાં આવ્યા છે. જે બાદ ઘણા બધા લોકોએ કંપનીને ટ્રોલ કરવાની શરૂઆત કરી. આ વિજ્ઞાપનમાં એક હિંદુ મહિલા દર્શાવવામાં આવી છે. આ મહિલાના લગ્ન મુસ્લિમ પરિવારમાં થયા છે છતાં હિંદુ સંસ્કૃતિનું ધ્યાન રાખીને પરીવારે રીતી રીવાજ કર્યા હોવાનું દર્શાવવામાં આવ્યું છે. 

સમર્થનમાં આવી ગયા કેટલાક બુદ્ધિજીવી 

જોકે ઘણા બધા લોકો આ એડના સમર્થનમાં ખુલીને આવ્યા હતા. તનિષ્કના સમર્થનમાં ઘણા બધા લોકોએ સોશ્યલ મીડિયામાં પોસ્ટ પણ કરી. કોંગ્રેસ નેતા શશી થરુરે પણ ટ્રોલનો વિરોધ કર્યો. તેમે કહ્યું કે હિન્દુત્વ બ્રિગેડે હિંદુ મુસ્લિમ એકતા દર્શાવતી એડના કારણે તનિષ્કનો વિરોધ કરવાની માંગ કરી છે. જો હિંદુ મુસ્લિમ એકત્વમથી આટલી તકલીફ છે તો આ લોકો દુનિયામાં હિંદુ-મુસ્લિમ એકતાના પ્રતિક ભારતનો જ બોયકોટ કેમ નથી કરતા ? 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here