રિટેલ કિંગના નામથી મશહૂર કિશોર બિયાની (Kishore Biyani)એ ઓગસ્ટમાં ફ્યૂચર ગ્રૃપ (Future Group)ના રિટેલ, હોલસેલ લોજિસ્ટિક અને વેરહાઉસ બિઝનેસ 24,713 કરોડ રૂપિયામાં મુકેશ અંબાણી (Mukesh Ambani)ને વેચી દીધો હતો. રિટેલ સેગમેન્ટમાં બિગ બજાર (Big Bazaar) મોટું નામ છે. જેના પર હવે મુકેશ અંબાણીનો અધિકાર થઈ ગયો છે. હવે ખુદ કિશોર બિયાનીએ જણાવ્યું છે કે, આખરે કેમ તેમને પોતાનો કારોબાર વેચવો પડ્યો હતો.

આ કારણે વેચ્યું બિગ બજાર

વર્ષ 2019થી પહેલાં કશોર બિયાનીનો કારોબાર તેજીથી ફેલાઈ રહ્યો હતો. કિશોર બિયાનીના ફ્યૂચર ગ્રૃપનું નાણાકીય સંકટ આ વર્ષની શરૂઆતમાં આવ્યું. હવે કિશોર બિયાનીએ કહ્યું કે, કોરોના સંકટને કારણે ઘરેલુ રિટેલ સ્ટોર બંધ હતા. જેને કારણે શરૂઆતના 3-4 મહિનામાં જ લગભગ સાત હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. અને પછી તેઓને પોતાનો કારોબાર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને વેચવો પડ્યો હતો.

બિયાનીએ કહ્યું કે, સ્ટોર બંધ હોવાને કારણે સૌથી મોટી સમસ્યા ભાડૂં નથી, પણ લોનનું વ્યાજ હતું. જણાવી દઈએ કે, આ વર્ષની શરૂઆતમાં કિશોર બિયાની જ્યારે ફ્યૂચર રિટેલની લોનની ચૂકવણી કરવામાં અસફળ રહ્યા હતા ત્યારે બેંકોએ કંપનીનાં ગિરવે મૂકેલાં શેરને જપ્ત કરી લીધા હતા.

રિટેલ વિક્રેતાઓ માટે અત્યાર સુધીની સૌથી ખરાબ સ્થિતિઃ બિયાની

કિશોર બિયાનીએ એક કન્વેન્શનમાં કહ્યું કે, શરૂઆતમાં 3-4 મહિનામાં અમને લગભગ 7000 કરોડ રૂપિયાનું નુકસાન થયું. તેના લીધે લોન પર આવતાં વ્યાજને તેઓએ સૌથી વધારે જવાબદાર ઠેરવ્યું. તેઓએ કહ્યું કે, છેલ્લા 6-7 વર્ષોમાં સૌથી વધારે અધિગ્રહણ કર્યું, પણ કોરોના સંકટ દરમિયાન મને લાગ્યું કે આ કારોબારથી બહાર નીકળવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. તેઓએ કહ્યું કે, રિટેલ વિક્રેતાઓ માટે આ અત્યાર સુધીની સૌથી ખરાબ સ્થિતિ છે.

સાડીના કારોબારથી બિગ બજાર સુધીની સફર

સાડીઓના કારોબારથી બિગ બજારની સફર સુધી પહોંચેલા મારવાડી પરિવારમાં જન્મેલાં કિશોર બિયાનીએ 1987માં પેન્ટાલૂનની શરૂઆત કરી હતી. પૈસાને કારણે તેઓએ પેન્ટાલૂન પણ વર્ષ 2021માં આદિત્ય બિરલા ગ્રૃપને વેચી દીધો હતો. પેન્ટાલૂન અને બિગ બજારની શરૂઆત બિયાનીએ કોલકાતાથી કરી હતી. બિયાનીએ પોતાના પહેલાં બિઝનેસની શરૂઆત 1987માં કરી હતી. તેમની પહેલી કંપની મેન્સ વિયર હતી. બાદમાં તેનું નામ પેન્ટાલૂન કરી દેવામાં આવ્યું હતું. પછી 1991માં તેનું નામ પેન્ટાલૂન ફેશન લિમિટેડ કરી દેવામાં આવ્યું હતું. 2001માં કિશોર બિયાનીએ સમગ્ર દેશમાં બિગ બજારના સ્ટોર ખોલ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here