દેશના 11માં રાષ્ટ્રપતિ રહેલા અને મહાન વૈજ્ઞાનિક ડૉ. એપીજે અબ્દુલ કલામની આજે જયંતી છે. 15 ઓક્ટોબર, 1931ના રામેશ્વરમમાં અબ્દુલ કલામનો જન્મ થયો હતો. આજે જયંતીની અવસર દેશના કેટલાંક દિગ્ગજ નેતાઓએ તેમને સલામ કર્યું છે. દેશના પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહથી લઇને કેન્દ્રીય મંત્રીઓએ ટ્વિટરના માધ્યમથી ડૉ. એપીજે અબ્દુલ કલામને યાદ કર્યાં છે.


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દુલ કલામને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે. ભારત ક્યારેય એક વૈજ્ઞાનિક અને ભારતના રાષ્ટ્રપતિ તરીકે તેમના રાષ્ટ્રીય વિકાસ પ્રતિ મહત્વના યોગદાનને ક્યારેય ભૂલી શકશે નહીં. તેમની જીવન યાત્રા લાખો લોકોને તાકાત આપે છે. 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના ટ્વિટમાં લખ્યું કે ડો. એપીજે અબ્દુલ કલામને તેમની જયંતી પર નમન. એક વિઝનરી લીડર, ભારતના સ્પેસ અને મિસાઇલ પ્રોગ્રામને ગઢને વાળા, જે હંમેશા જ એક મજબૂત અને આત્મનિર્ભર ભારત બનાવવા ઇચ્છતા હતા. વિજ્ઞાન અને શિક્ષાના ક્ષેત્રમાં તેમનું યોગદાન બધા માટે પ્રેરણાદાયી છે.

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પોતાના ટ્વિટમાં લખ્યું કે પૂર્વ રાષ્ટ્રપતિ ડોકટર અબ્દુલ કલામજીની જયંતી પર તેમને વિનમ્ર શ્રદ્ધાંજલિ. 21મી સદીના ભારતને સમર્થ, સશક્ત અને સક્ષમ બનાવાના તેમનું યોગદાન અતુલનીય છે. તેમના આદર્શ અને અનમોલ વિચાર હમેશા પ્રેરણા આપતી રહેશે, તેઓ યુવાઓના પ્રેરણાસ્ત્રોત છે. 
 

કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિહે પૂર્વ રાષ્ટ્રપતિ ડોકટર અબ્દુલ કલામને જન્મજયંતિ પર શ્રધ્ધાંજલી અર્પી.
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here