યમુનાનગરના જઠલાનાના રહેવાસી 30 વર્ષીય યુવકે મધ્ય પ્રદેશની યુવતી સાથે 2013માં લવ મેરેજ કર્યા હતા. યુવકના માતા પિતાને આ લવ મેરેજ પસંદ ન હોવથી યુવકને ઘરની બહાર કાઢી મુક્યો અને કહ્યું કે તે તેમનો દિકરો નથી. માતાએ જણાવ્યું કે તારા પિતાના કઝિન ભાઈ તારા બાયોલોજિકલ ફાધર છે. અદાલત બાયોલોજિકલ ફાધરનો ડીએનએ ટેસ્ટ કરાવવાનો આદેશ આપી ચૂકી છે પણ તે ના પાડી રહ્યો છે.

  • પિતાના કઝિન ભાઈ તારા બાયોલોજિકલ ફાધર છે
  •  ફેમિલી કોર્ટમાં 22 ઓક્ટોબરે સુનવણી છે
  •  હાઈકોર્ટે અરજીને ફગાવી દેવામાં આવી છે

યુવકના જણાવ્યાનુંસાર તેની માતાએ કહ્યું કે 31 વર્ષ પહેલા તેના પિતા પરિવારના એક સભ્યને લઈને હોસ્પિટલ ગયા હતા. એ ત્યારે તેના પિતાના કઝિન ભાઈએ તેની માતા સાથે જબરજસ્તી સંબંધ બનાવ્યો હતો. એ બાદ તેનો જન્મ થયો હતો. તેના કાકા એટલે કે બાયોલોજિકલ ફાધર ગ્વાલિયરની બેંકમાં મેનેજર છે. અને તેને પોતાનો દિકરો માનવાથી ઈન્કાર કરી ચૂક્યા છે એ બાદ યુવકે કોર્ટના દરવાજા ખખડાવ્યા છે.

કોર્ટે ઓર્ડર કર્યો છે છતા કાકા ડીએનએ કરાવવા તૈયાર નથી. જોકે 22 ઓક્ટોબરે કોર્ટની મુદ્દત છે. 9 મેના રોજ જે પિતાએ તેને ઘરેથી કાઢી મુક્યો હતો તેમનું હાર્ટ એટેકથી મોત થઈ ગયું છે. એ બાદ તે માતા સાથે રહે છે.  યુવકનું કહેવું છે કે તેના પિતાના કાકાએ જ તેના પિતાના લગ્ન કરાવ્યા હતા. અને પિતાના કાકાના દિકરાએ જ માતા સાથે જબરજસ્તી સંબંધ બાંધ્યો છે. એ બાદ યુવકનો જન્મ થયા. ત્યારે તેમણે યુવકની પરવરિશ કરવાનું કહ્યું હતું પણ તે ભૂલી ગયા હતા. માતા પણ આ વાત કોર્ટમાં કહી ચૂકી છે.

પીડિત પક્ષના વકીલ રાજપાલ ખજૂરી તથા રમનદીપ ખજૂરીનું કહેવું છે કે અદાલત મધુબન સ્થિત લેબમાં ડીએનએ કરાવવાના આદેશ આવ્યા છે. પરંતું આરોપી ટેસ્ટ કરાવવાની જગ્યાએ હાઈકોર્ટમાં ગયો હતો. જ્યાં તેની અરજીને ફગાવી દેવામાં આવી છે. ફેમિલી કોર્ટમાં 22 ઓક્ટોબરે સુનવણી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here