સમગ્ર રાજ્યમાં જીલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે, ત્યારે બીજી તરફ અમદાવાદની ગુજરાત હાઈકોર્ટમાં પણ ઘાતક વાયરસના સંખ્યા બંધ કેસો આવી ચૂક્યા છે. ત્યારે તે સમયે ગુજરાત હાઈકોર્ટની કામગીરી ૧૬મી ઓક્ટોબરથી ૧૯મી ઓક્ટોબર બંધ રહેશે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના કારણે સમગ્ર સંકુલમાં સેનેટાઇઝેશન અને ટેસ્ટિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

સમગ્ર સંકુલમાં સેનેટાઇઝેશન અને ટેસ્ટિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે

ઉલ્લેખનીય છે કે આ માટે ગુજરાત હાઇકોર્ટ ૧૬મી ઓક્ટોબરથી ૧૯મી ઓક્ટોબર દરમિયાના ચાર દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય ચીફ જસ્ટિસ વિક્રમ નાથ દ્વારા કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે સમગ્ર સંકુલને સેનેટાઇઝ કરવા આ નિર્ણય કરવામાં આવ્યો છે.

ચાર દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય ચીફ જસ્ટિસ વિક્રમ નાથ દ્વારા કરવામાં આવ્યો

ગુજરાત હાઇકોર્ટ દ્વારા જારી કરવામાં આવેલા પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમગ્ર સંકુલ સેનેટાઇઝ કરવાની કામગીરી હાથ ધરાવાની હોવાથી આ ચાર દિવસ દરમિયાન કોર્ટની તમામ જ્યુડિશીયલ અને વહીવટી કામગીરી બંધ રહેશે. ૧૬મી થી ૧૯મી ઓક્ટોબર દરમિયાન જે કેસોની સુનાવણી નિયત કરવામાં આવી હતી તે કેસોની સુનાવણી ૨૦મીથી હાથ ધરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here