મહારાષ્ટ્ર (Maharashtra) ના નાસિક(Nashik) માં એક દર્દનાક ઘટના સામે આવી છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) નેતા સંજય શિંદે (NCP leader Sanjay Shinde)ની ગાડીમાં આગ લાગી અને આ ઘટના સમયે તેઓ ગાડીની અંદર જ હોવાથી જીવતા ભૂંજાઈ ગયા અને મૃત્યુ થયું છે. કહેવાય છે કે એનસીપી નેતા સંજય શિંદે મુંબઈ-આગ્રા હાઈવે પર જઈ રહ્યા હતાં તે વખતે પિપલગાંવ બસવંત ટોલ પ્લાઝા પાસે તેમની કારમાં શોર્ટ સર્કિટ થયું અને આગ ભભૂકી ઊઠી. 

નાસિક: મહારાષ્ટ્ર (Maharashtra) ના નાસિક(Nashik) માં એક દર્દનાક ઘટના સામે આવી છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) નેતા સંજય શિંદે (NCP leader Sanjay Shinde)ની ગાડીમાં આગ લાગી અને આ ઘટના સમયે તેઓ ગાડીની અંદર જ હોવાથી જીવતા ભૂંજાઈ ગયા અને મૃત્યુ થયું છે. કહેવાય છે કે એનસીપી નેતા સંજય શિંદે મુંબઈ-આગ્રા હાઈવે પર જઈ રહ્યા હતાં તે વખતે પિપલગાંવ બસવંત ટોલ પ્લાઝા પાસે તેમની કારમાં શોર્ટ સર્કિટ થયું અને આગ ભભૂકી ઊઠી. 

દ્રાક્ષના નિકાસકાર હતા સંજય શિંદે
કહેવાય છે કે સંજય શિંદે નાસિક જિલ્લાના એક દ્રાક્ષ નિકાસકાર હતા. પોલીસના જણાવ્યાં મુજબ આ ઘટના મંગળવારે બપોરે પિંપલગાંવ બસવંત ટોલ પ્લાઝા પાસે ઘટી. શિંદે ત્યારે કીટનાશક ખરીદવા માટે પિંપલગાવ જઈ રહ્યા હતાં. પોલીસે જણાવ્યું કે વાયરિંગમાં શોટ સર્કિટ થવાથી તેમની કારમાં આગ લાગી ગઈ. 

કારની અંદર મળી સેનિટાઈઝરની બોટલ
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, “આગ લાગ્યા બાદ સંજય શિંદેએ કાર રોકીને બહાર નીકળવાની કોશિશ કરી પરંતુ તેઓ સફળ થઈ શક્યા નહીં. કારણ કે કારના દરવાજા લોક થઈ ગયા હતાં. ત્યારબાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને તેમનું મૃત્યુ થયું.” અધિકારીએ એમ પણ જણાવ્યું કે “અમને કારની અંદરથી હેન્ડ સેનિટાઈઝર(Hand Sanitizer)ની એક બોટલ પણ મળી આવી છે અને અમને શક છે કે કદાચ આ કારણથી જ આગ ઝડપથી ફેલાઈ ગઈ હશે. કારણ કે તે એક જ્વલનશીલ પદાર્થ છે.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here