મોટાભાગના ભારતીય પ્રધાનમંત્રીની જેમ નરેન્દ્ર મોદી પણ પોતાના પૈસા બેંકમાં સંભાળીને રાખે છે. તેમણે પોતાની કમાણીનો એક મોટોભાગ ટર્મ ડિપોજિટ્સ અને સેવિંગ્સ અકાઉન્ટસમાં જમા કરાવી રાખ્યો છે. 12 ઓક્ટોબરે પીએમએ પોતાની સંપત્તિનો વિવરણ રાખ્યુ છે. 30 જૂન સુધી પ્રધાનમંત્રીની પાસે કુલ 1,75,63,618 રુપિયાની સંપત્તિ હતી. તેમની પાસે 30 જૂનના રોજ 31 450 રુપિયા કૈશ હતા. ગત વર્ષની સરખામણીએ તેમની ચલ સંપત્તિ 26.26 ટકા વધી છે. આ વધારાની પાછળ તેમના પગારમાંથી થયેલી બચત અને ફિક્સ ડિપોર્જિટમાંથી મળેલું વ્યાજને ફરી રોકાણ કરવાનું કારણ છે.

  • 3.38 લાખ એસબીઆઈની ગાંધીનગર બ્રાન્ચમાં ફિક્સ ડિપોઝિટ કરાવી રાખ્યા છે
  •  તેમની પાસે 30 જૂનના રોજ 31 450 રુપિયા કૈશ હતા
  • પ્રધાનમંત્રીની પાસે કુલ 1,75,63,618  રુપિયાની સંપત્તિ હતી

ક્યાં ક્યા કર્યુ છે રોકાણ

મોદીએ બચત ખાતામાં 30 જૂને 3.38 લાખ રુપિયા હતા. જેને એસબીઆઈની ગાંધીનગર બ્રાન્ચમાં ફિક્સ ડિપોઝિટ કરાવી રાખ્યા છે. ગત વર્ષ તેની વેલ્યૂ  1,27,81,574 રુપિયા હતી જે 30 જૂન 2020એ વધીને  1,60,28,039 થઈ ચૂકી છે. મોદીએ ટેક્સ બચાવનારી જગ્યાઓ પર પૈસા લગાવ્યા છે. તેમનું રોકાણ લાઈફ ઈન્સ્યોરન્શ ઉપરાંત નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ્સ (NSCs) અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર બ્રાન્ડ્સમાં છે.  તેમણે NSCsમાં વધારે પૈસા લગાવ્યા છે અને વીમા પ્રીમિયમ પણ ઓછા થઈ ગયા છે. મોદીની પાસે  8,43,124 ના NSCs છે અને વીમાનું પ્રીમિયમ 1,50,957 રુપિયા છે. જાન્યુઆરી 2012માં તેમણે 20 હજાર રુપિયા ઈન્ફ્રાસ્ટ્રક્ચર બ્રાન્ડ ખરીદી હતી જે હજું સુધી પાકી નથી.

પીએમની અચલ સંપત્તિઓમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી. તાજા ડિટેલ્સ અનુસાર મોદીની નામ પર ગાંધીનગરમાં એક મકાન છે. જેની કિંમત 1.1 કરોડ છે. આ ઘરનો માલિકાનો હક મોદી અને તેમના પરિવારનો છે. મોદી પર કોઈ દેવું નથી. કોઈ કાર નથી. સોનાની 4 અંગૂઠિઓ છે.

ગત લોકસભા ચૂંટણીમાં દાખલ કરેલા સોગેંદનામામાં મોદીએ કુલ 1.41 કરોડ રુપિયાની ચલ સંપત્તિ બતાવી હતી. ત્યારે બેંકમાં તેમની પાસે 1.27 કરોડ રુપિયા જમા હતા. પીએમ સિવાય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી એસ જયશંકર, નાણા મંત્રી નિર્મલા સીતારમણ સહિત અનેક સિનિયર મંત્રીઓએ પોતાની સંપત્તિ રજુ કરી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here