ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં હાલ રિકવરી રેટમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં ભાવનગર શહેર કોરોનાના રિકવરી રેટમાં પ્રથમ સ્થાને આવ્યું છે. 8 મહાનગરમાં કોરોના રિકવરી રેટમાં પ્રથમ સ્થાન પર છે.

  • ભાવનગર કોરોનાથી રિકવરી રેટમાં પ્રથમ સ્થાને 
  • 8 મહાનગરમાં કોરોના રિકવરી રેટમાં પ્રથમ
  • અત્યાર સુધીના કુલ 4531 પોઝિટિવ કેસ નોંધાયા 

ગુજરાતના 8 મહાનગરોમાં ભાવનગર શહેર સૌથી વધારે રિકવરી રેટમાં પ્રથમ સ્થાન પર છે. શહેરમાં અત્યાર સુધીના કુલ 4531 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 4531માંથી 4310 કોરોના દર્દી સાજા થયા છે. 
 

આમ ભાવનગર શહેરમાં અત્યાર સુધીનો રિકવરી રેટ 95 ટકા થયો છે. કોરોનાથી અત્યાર સુધીમાં કુલ 68 દર્દીના મૃત્યું થયા છે. 

 

આમ ભાવનગર શહેરમાં અત્યાર સુધીનો રિકવરી રેટ 95 ટકા થયો છે. કોરોનાથી અત્યાર સુધીમાં કુલ 68 દર્દીના મૃત્યું થયા છે. 

 

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં એક જ દિવસમાં કોરોનાના 1 હજાર 175 કેસ નોંધાયાં છે. એક દિવસમાં ગુજરાતમાં કોરોનાથી 1 હજાર 414 દર્દીઓ સ્વસ્થ થયાં. જો કે રાજ્યમાં કોરોના સામે રિકવરી રેટ 88.04 ટકા થયો. કોરોનાથી 1 લાખ 36 હજાર 541 દર્દીઓ સ્વસ્થ થયાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here