બેન્ક ગ્રાહકોને ચેક દ્વારા નાણાકીય લેવડ-દેવડની સુવિધા આપે છે. મોટી અમાઉન્ટની લેવડ-દેવડ માટે ચેકને એક સારો વિકલ્પ માનવામાં આવે છે. ચેક દ્વારા એક ખાતાધારક બેન્કને તે વાતની જાણકારી આપે છે કે તે પોતાના ખાતામાંથી કોઇ અન્ય વ્યક્તિ (પૈસા મેળવનાર વ્યક્તિ)ને ટ્રાન્સફર કરી રહ્યો છે. ચેક ભરતી વખતે જે રીતે ગ્રાહકોએ સાવચેતી રાખવી જોઇએ તેવી જ રીતે બેન્કે પણ આ અંગે કેટલીક સાવધાની રાખવી જોઇએ.

CTS 2010 ચેકનો કરો ઉપયોગ

રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા (RBI) ગ્રાહકો અને બેન્કોને ચેકથી લેવડ-દેવડ માટે કેટલીક શરતો પૂરી કરવાનું કહે છે. આ શરતો દ્વારા RBI ચેક લેવડ-દેવડ દરમિયાન થતી છેતરપિંડી પર નિયંત્રણ રાખે છે. RBI અનુસાર બેન્કો અને ગ્રાહકોએ ‘સીટીએસ 2010’ ચેકોનો ઉપયોગ કરવો જોઇએ. દેશની તમામ બેન્કોમાં 2013થી ચેક ટ્રાન્જેક્શન સિસ્ટમ (CTS 2010) લાગુ કરવામાં આવી હતી.

ચેકમાં વિગતો ભરતી વખતે આ બાબતોનો રાખો ખ્યાલ

તેમાં સુરક્ષા સંબંધિત અનેક વિશેષતાઓ હોય છે. ગ્રાહકોને નૉન સીટીએસ ચેકનો ઉપયોગ કરવાથી બચવુ જોઇએ. RBI અનુસાર ચેક પર લખતી વખતે ઘાટા રંગની સ્યાહીનો ઉપયોગ કરવો જોઇએ. એકવાર ચેકમાં જો જાણકારી લખાઇ ગઇ તે પછી તેમાં કોઇ બદલાવ ન કરી શકાય. કોઇપણ પ્રકારનો બદલાવ કે સુધારો કરવા માટે નવા ચેકનો ઉપયોગ કરવો જોઇએ.

બેન્કોએ પણ રાખવી જોઇએ આ સાવચેતી

સાથે જ બેન્કોએ ચેક પર મહોર મારતા પહેલા તે વાતનું ધ્યાન રાખવુ જોઇએ કે આ તારીખ, નાણા લેનારનું નામ, અમાઉન્ટ અને હસ્તાક્ષર ઉપર ન લાગવી જોઇએ. બેન્કોએ તે સુનિશ્વિત કરવુ જોઇએ કે ચેકના મહત્વપૂર્ણ ભાગ સ્પષ્ટપણે દેખાય. રબરની મહોર વગેરેના પ્રયોગના કારણે ચેકના ફોટોમાં આ પ્રમુખ સ્થાનોને અસ્પષ્ટ ન હોવુ જોઇએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here